(Photo by Mario Tama/Getty Images)

કોરોના સંક્રમણથી ત્રસ્ત અમેરિકામાં આ વાયરસથી મરનારા લોકોની સંખ્યા 1.50 લાખને પાર થઇ ગઇ છે, અમેરિકા બાદ બ્રાઝિલમાં કોવિડ-19થી 90 હજાર લોકોનાં મોત થયા છે, અમેરિકાનાં ન્યુયોર્ક શહેરમાં સૌથી વધું 32,658, કેલિફોર્નિયામાં 8,724, ફ્લોરિડામાં 6,332 અને ટેક્સાસમાં 5,913 લોકોનાં મોત થયા છે, ટેક્સાસ રોગચાળાનું નવું કેન્દ્ર બન્યું છે. ન્યું જર્શી, મેસેચ્યુંસેટ્સ, ઇલિનોઇસ,પેન્સિલ્વેનિયા અને મિશિગન પ્રાંતમાં છ હજારથી વધું મોત થયા છે.

WHOનાં દ્વારા કોરોનાને આંતરરાષ્ટ્રિય મહામારી જાહેર કરાયાનાં છ મહિના બાદ દુનિયાભરનાં દેશોમાં સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે અને અર્થ વ્યવસ્થાને નુકસાન થઇ રહ્યું છે, જે દેશમાં કોરોના પર લગામ લગાવવામાં આવી છે તે પણ બીજા અને ત્રીજા તબક્કાને લઇને ચિતિંત છે, ઓસ્ટ્રેલિયામાં ગુરૂવારે રેકોર્ડ સંખ્યામાં કેસ નોંધાયા.

કોરોના વાયરસને નિયંત્રિત કરવાનાં તમામ ઉપાયો છતા દુનિયાભરમાં અત્યાર સુધી 6 લાખ 66 હજાર લોકોનાં મોત થઇ ચુક્યા છે, જ્યારે 1 કરોડ 70 લાખથી વધું લોકો સંક્રમિત થયા છે, દુનિયાભરમાં અત્યાર સુધીમાં દરેક દિવસે 3 લાખથી વધું લોકો સંક્રમિત થઇ રહ્યા છે, અને કર્વ ફ્લેટ થવાનાં કોઇ સંકેત જોવા મળતા નથી, માત્ર 100 કલાકમાં 10 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે.

વલ્ડોમિટર મુંજબ અમેરિકામાં કોરોનાનાં 45 લાખ 68 હજાર દર્દીઓ નોંધાયા છે, તો બ્રાઝિલમાં 25 લાખ 55 હજારથી વધું લોકો વાયરસની ઝપેટમાં આવ્યા છે, ત્રીજા નંબર પર ભારતમાં 15 લાખ 88 હજાર સંક્રમિત નોંધાયા છે, રશિયામાં 8.34 લાખ જ્યારે સાઉથ આફ્રિકામાં 4.71 હજાર લોકો સંક્રમિત થઇ ચુક્યા છે, મેક્સિકોમાં અને પેરૂમાં પણ 4લાખથી વધું સંક્રમિત થયા છે.