Getty Images)

નશાની સમસ્યાને કારણે લાંબા સમયથી ઝઝૂમી રહેલા પંજાબમાં ઝેરી દારૂ પીવાને કારણે 21 લોકોના મોત થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, પંજાબના ત્રણ જિલ્લા અમૃતસર, તરણતારણ અને બટાલામાં ઝેરી દારૂ પીવાને કારણે લોકોના મોત થયા છે. કેપ્ટન અમરિંદર સિંહે તાત્કાલિક કાર્યવાહી કરતા મજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, બટાલા જિલ્લામાં પાચ લોકોના મોત થયા છે અને એકની હાલત ગંભીર છે. કેપ્ટન અમરિંદર સિંહે તપાસ માટે જે કમિટીનું ગઠન કર્યું છે તે આ ઘટનાની તપાસ કરશે. આ સાથે જ તેની પાછળના મુખ્ય કારણોની પણ તપાસ કરશે.

મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તપાસ વહેલી તકે પૂરી થાય તે માટે ટીમને સંપૂર્ણ છૂટ આપી છે. તેણે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, આ મામલે જે કોઈપણ વ્યક્તિને દોષિ જાહેર કરવામાં આવશે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.