પ્રતિકાત્મક તસવીર (istockphoto)

યુકેમાં અત્યંત ટ્રાન્સમિસિબલ ડેલ્ટા વેરિયન્ટના પરિણામે કોરોનાવાઇરસ ચેપનો ત્રીજી તરંગ આવી રહ્યો છે એમ સરકારને રસીકરણ કાર્યક્રમમાં સલાહ આપનારા જોઇન્ટ કમિટિ ઓન વેક્સીનેશન અને ઇમ્યુનાઇઝેશન્સના સલાહકાર પ્રોફેસર એડમ ફિને કહ્યું હતું.

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના તાજેતરના ડેટા અનુસાર, રસીનો એક માત્ર ડોઝ લેવાથી કોરોનાવાયરસનો ચેપ લાગવાની અને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થવાની જરૂરિયાતને લગભગ 75 ટકા જેટલી ઘટાડે છે. રસીની આ અસર ડેલ્ટા વેરિયન્ટ સામે એટલી જ લાગુ પડે છે. જ્યારે રસીના બે ડોઝ મેળવ્યા હોય તેમાં વાઇરસનો ચેપ લાગવાની અને હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવનામાં 90 ટકાનો ઘટાડો થયો હતો.

પ્રોફેસર ફિને જણાવ્યું હતું કે, “તે આગળ વધી રહ્યો છે, કદાચ આપણે થોડા આશાવાદી થઈ શકીએ કે તે ઝડપથી વધી રહ્યો નથી. આ ત્રીજો તરંગ ચોક્કસપણે ચાલી રહ્યો છે. અમે તારણ આપી શકીએ કે હાલની રેસ રસીના કાર્યક્રમ વચ્ચે, ખાસ કરીને વૃદ્ધ લોકોનો અપાતા બીજા ડોઝ અને ડેલ્ટા વેરિયન્ટના ત્રીજા તરંગ વચ્ચે નિશ્ચિતપણે ચાલુ છે. તાજેતરમાં ઓએનએસના આંકડાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.  આપણે બધાને રસી આપીને પૂરતા વૃદ્ધ લોકોનું રક્ષણ કરવાનું વ્યવસ્થાપન કર્યું છે જેથી હોસ્પિટલમાં દાખલ થવાનો દર અને મૃત્યુના મોટા પ્રમાણમાં વધારો ટાળી શકીએ.”

ઓએનએસના નવીનતમ આંકડા દર્શાવે છે કે દર 540 લોકોમાંથી એક વ્યક્તિ ચેપગ્રસ્ત છે. ડેલ્ટા વેરિયન્ટ હવે દેશભરમાં પ્રસરેલો જીવલેણ વાઇરસ છે અને તે લગભગ તમામ ચેપનો હિસ્સો છે. હાલનો નવીનતમ આર રેટ 1.2 અને 1.4 ની વચ્ચે છે, જેનો અર્થ થાય છે કે ચેપ લાગનારા દર 10 લોકો 12થી 14 અન્ય લોકોને ચેપ લગાવે છે.