Represents image Getty Images)

દેશના 19 મિલિયન લોકોએ ડાઉનલોડ કરેલી એનએચએસ કોવિડ એપ્લિકેશન ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવ્યા લોકોને સેલ્ફ આઇસોલેશનની ચેતવણી આપવામાં વ્યવસ્થિત રીતે નિષ્ફળ ગઈ હતી. બેરોનેસ (ડીડો) હાર્ડિંગ દ્વારા વિકસિત, ટેસ્ટ અને ટ્રેસ એપ્લિકેશન દ્વારા હજારો લોકોનો સંપર્ક કરવામાં આવ્યો ન હતો તેમ સરકારે સ્વીકાર્યું છે.

એક મહિના માટે, ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશ્યલ કેર એપ્લિકેશનને યોગ્ય રીતે કાર્યરત કરવા માટે વિકસિત સૉફ્ટવેરનો ઉપયોગ કરવામાં નિષ્ફળ ગયો હતો. એપ વાપરનારાને ચેતવણી આપવાની હતી પણ તેમનો સંપર્ક કરવામાં આવ્યો નહતો. એન્ડરોઇડ ઉપકરણો ધરાવતા લોકો સૌથી વધુ અસર પામ્યા હતા. જે મોબાઈલ ઑપરેટિંગ સિસ્ટમ યુકેના અડધાથી વધુ ફોન વપરાશકારો ધરાવે છે.

સમસ્યાને ઠીક કરવામાં અને ગત ગુરુવારે સ્વૈચ્છિક સૉફ્ટવેર અપડેટ ઉપલબ્ધ કરવામાં અધિકારીઓને પાંચ અઠવાડિયા લાગ્યાં હતાં. એપ્લિકેશનની પાછળના મોટા માથા એવા રણદીપ સિદ્ધુ અને ગેબી એપલ્ટને લખ્યું હતું કે “જોખમ થ્રેશોલ્ડ” ઘટાડવાનું હતું. પરંતુ “આ સમયે તે પરિવર્તન સામે આવ્યું ન હતું”.

આરોગ્ય વિભાગના પ્રવક્તાએ કહ્યું: “એનએચએસ કોવિડ-19 એપ્લિકેશન વિશ્વમાં એકમાત્ર એપ્લિકેશન છે કે જેઓ સૌથી વધુ જોખમમાં છે તેમને ઓળખવા માટે વધુ સારી રીતે અંતર માપવા માટે નવીનતમ ગૂગલ / એપલ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, અને આંતરરાષ્ટ્રીય ધોરણો દ્વારા તેને ‘ઉત્તમ’ માનવામાં આવે છે.”