(istockphoto.com)

લગભગ 19 મિલિયન દર્દીઓના તબીબી રેકોર્ડ્સ સાથે જોડાયેલા કુલ 50 અધ્યયન પર આધારિત એક તપાસમાં જણાયું છે કે શ્યામ અને એશિયન લોકોને શ્વેત લોકોની સરખામણીએ કોવિડ થવાનું જોખમ ડબલ જેટલું છે.

લેન્સેટ દ્વારા જર્નલ ઇક્લિનિકલ મેડિસિનમાં પ્રકાશિત આ વિશ્લેષણ, પ્રકાશિત સંશોધન અને પ્રારંભિક પેપર્સની પ્રથમ વ્યાપક, પદ્ધતિસરની સમીક્ષા છે જે વિવિધ વંશીય જૂથો પર કોરોનાવાયરસની કેવી અસર થઇ છે તે જણાવ્યું છે.

આ સમીક્ષા સૂચવે છે કે એશિયન બેકગ્રાઉન્ડના લોકોને ICUમાં દાખલ કરવામાં આવે છે અને શ્વેત લોકો કરતા કોરોનાવાયરસથી વધુ મૃત્યુનું જોખમ હોઈ શકે છે. પરંતુ સંશોધકોએ ચેતવણી આપી કે ICU પ્રવેશ અંગેના કોઈપણ અભ્યાસની પીઅર-સમીક્ષા કરવામાં આવી નથી અને મૃત્યુનું વધતું જોખમ ફક્ત આંકડાકીય દ્રષ્ટિએ મહત્વનું છે.

લેસ્ટર યુનિવર્સિટીના ચેપી રોગોના સહયોગી ક્લિનિકલ પ્રોફેસર મનીષ પરિકે જણાવ્યું હતું કે, અભ્યાસનો સંયુક્ત સંદેશ હતો કે શ્યામ અને એશિયન લોકો પર કોરોનાવાયરસની અપ્રમાણસર અસર તે સમુદાયોમાં ચેપનું જોખમ વધારે છે. માનવામાં આવે છે કે ચેપના જુદા જુદા દરો પાછળ મોટા પ્રમાણમાં વંચિતતા, વિશાળ પરિવારમાં વસવાટ, બહુ-પેઢીના લોકોના સહવસવાટ, અને પબ્લિક ફેસીંગ જોબ જ્યાં ઘરેથી કામ કરવાનો કોઈ વિકલ્પ નથી તેવા વિવિધ પરિબળો જવાબદાર છે.

સંશોધન ટીમે 1 ડિસેમ્બર 2019 થી 31 ઑગસ્ટની વચ્ચે યુએસ અને યુકેમાં પ્રસિધ્ધ થેયલા 50 પેપર્સના વિશ્લેષણ પર ધ્યાન કેન્દ્રિત કરતા પહેલા 1,500 પ્રકાશિત લેખનો અભ્યાસ કર્યો હતો.

ગયા મહિને ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શ્યામ આફ્રિકન બેકગ્રાઉન્ડના પુરુષોમાં ગોરા પુરુષો કરતાં કોવિડથી મૃત્યુ પામવાની સંભાવના લગભગ ત્રણ ગણી વધારે છે. જ્યારે સ્ત્રીઓમાં મૃત્યુ પામવાની સંભાવના લગભગ બમણી હતી. ઓ.એન.એસ. ના અધ્યયનમાં તારણ કાઢવામાં આવ્યું હતું કે હૃદયરોગ અને ડાયાબિટીઝ જેવી સ્વાસ્થ્યવર્ધક પરિસ્થિતિઓ કરતાં તેમનો વસવાટ, વ્યવસ્થા અને નોકરીઓ મૃત્યુ દરમાં વધારા માટેના મુખ્ય પરિબળ હતા. આ પરિબળોને જોતા એનએચએસ રસીકરણમાં દરેક વય બેન્ડની અંદર શ્યામ અને એશિયન લોકોને પ્રાધાન્ય આપવાની દલીલ કરાઇ છે.