પબની પ્રતિક તસવીર (Photo credit- DANIEL LEAL-OLIVAS/AFP via Getty Images)

વિકેન્ડમાં વડા પ્રધાને ચાન્સેલર ઋષિ સુનક સહિત તેમના મંત્રીમંડળ સાથે ચર્ચા કરી હતી જેમાં સુનકે વડા પ્રધાનને ચેતવણી આપી હોવાનું માનવામાં આવે છે કે હોસ્પિટાલીટી અને લેઝર સેન્ટર્સને વધુ સમય બંધ રાખવાથી અર્થવ્યવસ્થા માટે તકલીફ થશે. કન્ઝર્વેટિવ બેકબેંચર્સની શક્તિશાળી 1922 સમિતિના અધ્યક્ષ સર ગ્રેહામ બ્રેડીએ નવા કોઈપણ પ્રતિબંધની મંજૂરી કોમન્સ પાસેથી લેવા અનુરોધ કર્યો છે.

પબ અને રેસ્ટોરન્ટના અગ્રણીઓએ ચેતવણી આપી છે કે આશરે એક મિલિયન નોકરીઓ હોસ્પિટાલીટી ક્ષેત્રમાં જોખમમાં છે. તેમનો ઉદ્યોગ સંકટની આરે છે. પબ ચેઇને તેમની ફર્લો યોજના અને VAT કટ  લંબાવવા અને બિયર ડ્યૂટી રદ કરવા માટે ચાન્સેલરને વિનંતી કરી છે. આ ક્ષેત્રમાં 900,000 જેટલા કામદારો હજી ફર્લો પર છે.

પબ અને હોટલોમાં 43,૦૦૦ લોકોને રોજગારી આપતા જે.ડી. વેધરસ્પૂનના બોસ ટિમ માર્ટિને જણાવ્યું હતું કે ‘’પહેલા લોકડાઉન પછી ઘણા નાના સ્થળો નષ્ટ થઈ ગયા હતા અને વધુ પ્રતિબંધો વધુ વિનાશક હશે.