LONDON, ENGLAND - JUNE 11: Matt Hancock MP, Secretary of State, arrives to attend a cabinet meeting at 10 Downing Street on June 11, 2019 in London, England. Since Theresa May resigned as Prime Minister the final candidates for the Conservative Party leadership race have been confirmed, with 10 running to become the next Prime Minister. (Photo by Chris J Ratcliffe/Getty Images)

પૂર્વ હેલ્થ સેક્રેટરી અને વેસ્ટ સફોકના સાંસદ મેટ હેનકોકે કોવિડ તપાસના બીજા દિવસે કહ્યું હતું કે ‘’સરકારે કોવિડના કેસોને વધવા પર વધુ ઝડપથી કાર્યવાહી કરી હોત અને મિનિસ્ટર્સે અગાઉના ઓટમની શરૂઆતમાં પગલાં લીધાં હોત તો જાન્યુઆરી 2021માં શાળાઓ બંધ કરવાનું ટાળી શકાયું હોત. લોકડાઉન ટાળવાના કારણે પાછળથી સખત પગલાં લેવા પડ્યા હતા.

ઑક્ટોબર 2020ના વોટ્સએપ સંદેશાઓ દર્શાવે છે કે તેઓ ચિંતિત હતા કે ચાન્સેલર ઋષિ સુનક બોરિસ જૉન્સન પર “ફરીથી પૂરતું ન કરવા” માટે “દબાણ” મૂકી રહ્યા હતા. તેમણે સ્થાનિક નેતાઓ પર “જાહેર આરોગ્ય પર રાજનીતિ” કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.

હેનકોકે સૂચવ્યું હતું કે જ્યારે સરકારે સ્થાનિક નિયંત્રણો મૂકવાનો પ્રયાસ કર્યો ત્યારે ગ્રેટર માન્ચેસ્ટરના રાજકારણીઓ જેમ કે મેયર, એન્ડી બર્નહામ “સક્રિય રીતે બિનસહાયક” રહ્યા હતા. જ્યારે સરકારે ઇંગ્લેન્ડમાં ટીયર સિસ્ટમની જાહેરાત કરી ત્યારે તેઓ નિરાશામાં હતા કેમકે તેઓ જાણતા હતા કે તે કામ કરશે નહીં. જાન્યુઆરી સુધીમાં, પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે “દરેક લિવર ખેંચવું પડ્યું” હતું.’’

ફેડરેશન ઓફ એથનિક માઈનોરિટી હેલ્થકેર ઓર્ગેનાઈઝેશન્સનું પ્રતિનિધિત્વ કરતા લેસ્લી થોમસ કેસીએ શ્રી હેનકોકને પૂછ્યું હતું કે ‘વંશીય લઘુમતીઓમાં મૃત્યુની સંખ્યાને જોતાં તેમણે વંશીય લઘુમતી નેતાઓ સાથે કામ કરવા માટે શું પગલાં લીધાં હતાં.

તેના જવાબમાં હેનકોકે કહ્યું હતું કે ‘’ખાસ કરીને NHSમાં લઘુમતીઓના મૃત્યુ અને જાતિવાદ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે તમામ પૃષ્ઠભૂમિના લોકોના મૃત્યુ બાબતે હું “NHS નેતૃત્વ સાથે સંકળાયેલો હતો. હું રોગચાળા પહેલા વિશે ચિંતિત હતો. માઇનોરીટી હેલ્થ કેર કામદારો અને દર્દીઓ પર રોગચાળાની અસરને ઘટાડવા માટે અમે લોકોને યોગ્ય રીતે ફિટ થાય તેવા પીપીઇ મળે તેની ખાતરી કરવા સહિત ઘણી બધી બાબતો કરી છે. અમે માનતા હતા કે વિવિધ લઘુમતી જૂથો પર અપ્રમાણસર અસર પડી હતી, કારણ કે દર્દીની ભૂમિકામાં તેમની અપ્રમાણસર નોકરી હતી.’’ માળખાકીય અસમાનતાનું પરિણામ હોવાનું  હેનકોકે કહ્યું હતું.

સોલેસ વુમન્સ એઇડ અને સાઉથોલ બ્લેક સિસ્ટર્સનું પ્રતિનિધિત્વ કરતી લિઝ ડેવિસ કેસીએ ઘરેલુ હિંસાનો મુદ્દો ઉઠાવતા હેનકોકે કહ્યું હતું કે ‘’તે લોકડાઉનની જાણીતી કિંમતોમાંનું એક જોખમ હતું. પરંતુ વધુ લોકડાઉન પગલાં લીધાં ન હતા.

LEAVE A REPLY

1 × 1 =