મુંબઇમાં પોલિસ કોલોનીમાં મેડિકલ સ્ક્રીનિંગ દરમિયાન આરોગ્ય કાર્યકાર કોરોના ટેસ્ટિંગ માટે સેમ્પલ લઈ રહ્યા છે. (Getty Images)

ભારતમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા વધીને 54,87,580 થઈ છે. છેલ્લાં 24 કલાકમાં 86,961 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 43,96,399 લોકો કોરોનાથી રિકવર થયા હતા. તેનાથી રાષ્ટ્રીય રિકવરી રેટ વધીને થયો હતો.

આરોગ્ય મંત્રાલયે સોમવારે સવાર આઠ વાગ્યે અપડેટ કરેલા ડેટા અનુસાર દેશમાં કોરોના વાઇરસના કેસ વધીને આશરે 54.87 લાખ થયા છે, જ્યારે મૃત્યુઆંક વધીને 87,882 થયો ચછે. છેલ્લાં 24 કલાકમાં આશરે 1,130 લોકોના મોત થયા હતા. દેશમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 10,03299 છે, જે કુલ કેસના આશરે 18.23 ટકા છે.