If consensual sex does not lead to marriage, it is not rape: Karnataka High Court

ભારતની વિધાનસભાઓમાં અંદાજે 44 ટકા ધારાસભ્યોએ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે. આ ધારાસભ્યોમાંથી 1,136 અથવા આશરે 28 ટકા સામે ગંભીર ફોજદારી કેસો છે, જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, મહિલા સામેના ગુના વગેરેનો સમાવેશ થાય છે. કેરળમાં 135માંથી 95 અથવા 70 ટકા સામે ફોજદારી કેસો થયેલા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના તાજેતરના વિશ્લેષણમાં આ માહિતી બહાર આવી છે.

એડીઆર અને નેશનલ ઇલેક્શન વોચ (NEW)એ હાથ ધરેલા વિશ્લેષણમાં ધારાસભ્યોના સ્વ-સોગંદનામાનો આધાર લેવામાં આવ્યો હતો. 28 વિધાનસભા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 4,033માથી કુલ 4,001 ધારાસભ્યોના ડેટાનું વિશ્લેષણ કરાયું હતું.

રીપોર્ટમાં જણાવ્યા મુજબ બિહારમાં 242માંથી 161 ધારાસભ્યો (67 ટકા), દિલ્હીમાં 70માંથી 44 ધારાસભ્યો (63 ટકા), મહારાષ્ટ્રમાં 284માંથી 175 ધારાસભ્યો (62 ટકા), તેલંગાણામાં 72માંથી 118 ધારાસભ્યો (61 ટકા) અને તમિલનાડુમાં 224માંથી 134 ધારાસભ્યો (60 ટકા) સામે ફોજદારી કેસો છે.

વધુમાં દિલ્હીમાં 70માંથી 37 ધારાસભ્યો (53 ટકા), બિહારમાં 242માંથી 122 ધારાસભ્યો (50 ટકા), મહારાષ્ટ્રમાં 284માંથી 114 ધારાસભ્યો (40 ટકા), ઝારખંડમાં 79માંથી 31 ધારાસભ્યો (39 ટકા), તેલંગાણામાં 118માંથી 46 ધારાસભ્યો (39 ટકા) અને ઉત્તરપ્રદેશમાં 403માંથી 155 ધારાસભ્યોએ (38 ટકા) સામે ગંભીર ફોજદારી કેસો છે. કુલ 114 ધારાસભ્યોએ મહિલા સામે ગુના કરેલા છે. તેમાંથી 14 ધારાસભ્યો સામે રેપ સંબંધિત કેસ ચાલે છે.

LEAVE A REPLY