4% increase in dearness allowance of central employees pensioners
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના તાજેતરના વિશ્લેષણમાં બહાર આવ્યું હતું કે રાજ્ય વિધાનસભામાં ધારાસભ્ય દીઠ સરેરાશ સંપત્તિ રૂ.13.63 કરોડ છે. જોકે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ.16.36 કરોડ છે. કર્ણાટકમાં ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ.64.39 કરોડ છે.

કર્ણાટક સૌથી વધુ સંપત્તિ ધરાવતા ધરાવતા ધારાસભ્યોના સંદર્ભમાં ટોચ પર છે, જ્યારે ત્રિપુરા તળિયે છે. આંધ્રમાં 174 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ.28.24 કરોડ છે, જ્યારે મહારાષ્ટ્રમાં 284 ધારાસભ્યોની સંપત્તિ રૂ.23.51 કરોડ છે.  દેશના 4,001માંથી 88 અથવા બે ટકા ધારાસભ્યો અબજોપતિ છે. તેમની સંપત્તિ રૂ.100 કરોડ વધુ છે. કર્ણાટકમાં 32 ધારાસભ્યો (14 ટકા) અબજોપતિ છે અને તે આ મામલે ટોચ પર છે. આંધ્રમાં 174માંથી 10 અથવા 6 ટકા ધારાસભ્યો અબજોપતિ છે.મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ 100 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ધારાસભ્યો હતા.

 

LEAVE A REPLY

thirteen − 11 =