Cryptocurrency transactions now under the ambit of money laundering laws
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

નાણાપ્રધાન નિર્મલા સીતારામને કોઇપણ વર્ચ્યુઅલ-ક્રિપ્ટોકરન્સી એસેટના ટ્રાન્સફર પર 30 ટકાનો જંગી ટેક્સ લાદવાની દરખાસ્ત કરી છે. તેમાં ખરીદીના ખર્ચ સહિતની કોઇ કપાત મળશે નહીં તથા ટ્રાન્ઝેક્શનમાં થયેલા નુકસાનને કેરી ફોરવર્ડ કરી શકાશે નહીં.

નાણાપ્રધાને જણાવ્યું હતું કે ક્રિપ્ટો એસેટના ટ્રાન્સફર માટેની ચુકવણી પર એક ટકા લેખે ટીડીએસ લાગુ પડશે. આ ઉપરાંત ક્રિપ્ટો એસેટની ગિફ્ટ પર પણ ટેક્સ લાગુ પડશે. આમ સરકારે ક્રિપ્ટો કરન્સીના મુદ્દે આકરું વલણ અપનાવ્યું છે. ક્રિપ્ટોના વેચાણ માટે કોઇ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સનો લાભ નહીં મળશે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ જાહેરાતથી ક્રિપ્ટોકરન્સીની કાયદેસરતા, નિયમો અને ટેક્સ અંગેની અનિશ્ચિતતા દૂર થાય છે. સરકારે આ જાહેરાતથી સ્પષ્ટ કર્યું છે કે તે ક્રિપ્ટો એસેટની આકર્ષણમાં ઘટાડો કરવા માગે છે, કારણ કે તેને 30 ટકાના સૌથી ઊંચા ટેક્સ સ્લેબમાં સામેલ કરવામાં આવી છે અને નુકસાનથી સરભર કરવાની કોઇ જોગવાઈ નથી.
.