hydrogen trains in India within a year: Railway Minister

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પોતાના બજેટ પ્રવચનમાં આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો ચાલુ કરવાની દરખાસ્ત કરી હતી. વંદે ભારત ટ્રેન એ દેશની પ્રથમ સ્વદેશી ટેકનિકથી નિર્મિત સેમી હાઈ સ્પીડ ટ્રેન છે.

વંદે ભારત ટ્રેન અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ટ્રેનમાં ઓન બોર્ડ વાઈ-ફાઈ, જીપીએસ આધારિત યાત્રી ઈન્ફોર્મેશન સિસ્ટમ, સુંદર આંતરિક સજાવટ, વેક્યુમ શૌચાલય, એલઈડી લાઈટ, દરેક સીટની નીચે ચાર્જિંગ પોઈન્ટ, દરેક સીટની નીચે રીડીંગ લાઈટ, ઈન્ટેલિજન્ટ એર કંડીશનિંગ સિસ્ટમ, દિવ્યાંગો માટે વ્હીલ ચેરના ઉપયોગથી ટ્રેનમાં ચઢવાની સુવિધા, તેમના માટે અલગ શૌચાલય, સીસીટીવી, ફાયર ફાઈટિંગ સિસ્ટમ, ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર જેવી સુવિધાઓ છે.

નાણાપ્રધાને જણાવ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં 100 પીએમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ તૈયાર કરવામાં આવશે અને 8 નવી રોપ-વેનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત 2022-23ની વચ્ચે નેશનલ હાઈવેની લંબાઈને 25,000km સુધી વધારવામાં આવશે. પહાડી વિસ્તારોની પર્વતમાળાઓને PPP મોડ પર લાવવામાં આવશે.