Harjinder kaur weightlifter
બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના વેઈટલિફ્ટર હરજીંદર કોરે 71 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વડાપ્રપાન મોદીએ તેમને અભિનંદન આપ્યા હતા. (ANI Photo/ Narendra Modi Twitter)

બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના વેઈટલિફ્ટર હરજીંદર કોરે 71 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને આની સાથે ભારતના કુલ મેડલની સંખ્યા વધીને 8 થઈ હતી. હરજીંદરે કુલ 212 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મેડલ જીતવા બદલ હરજીંદરને અભિનંદન આપ્યાં હતા.

ઈંગ્લેન્ડની સારાહ ડેવિસે કુલ 229 કિલોગ્રામ વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. બીજી તરફ કેનેડાની એલેક્સિસ એશવર્થે 214 કિલોગ્રામ વજન ઉઠાવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.

સોમવારે ભારતે જૂડોમાં બે મેડલ પ્રાપ્ત કર્યા હતા. સુશીલા દેવીએ સિલ્વર મેડલ અને વિજય યાદવે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. ભારતને કુલ 9 મેડલમાંથી 7 મેડલ વેઈટલિફ્ટિંગમાં મળ્યા છે. મહિલા વેઈટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનૂએ ગોલ્ડ, બિંદિયારાની દેવીએ સિલ્વર અને હરજીંદર કોરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બીજી તરફ પુરુષોમાં વેઈટલિફ્ટિંગમાં અચિંતા શેઉલી અને જેરેમી લાલરિનુંગાએ ગોલ્ડ, સંકેત સરગરે સિલ્વર અને ગુરૂરાજા પૂજારીએ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા છે.

બીજી તરફ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હોકી મેચ 4-4થી ડ્રો રહી હતી. ભારતની ટીમે ધમાકેદાર શરૂઆત કરતા પહેલા હાફ સુધીમાં 3-0ની લીડ મેળવી લીધી હતી, પરંતુ બીજા હાફમાં ઇંગ્લેન્ડે વાપસી કરતા મેચ ડ્રો થઇ હતી. ભારત તરફથી મંદિપ સિંહે બે ગોલ જ્યારે લલિત ઉપાધ્યાય અને હરમનપ્રિત કૌરે 1-1 ગોલ માર્યો હતો.