આરએસએસ ચીફ મોહન ભાગવત અને દત્તાત્રેય હોસાબલે, (ANI Photo)

દત્તાત્રેય હોસબોલે આગામી ત્રણ વર્ષ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરકાર્યવાહ તરીકે રવિવારે ફરીથી ચૂંટાઈ આવ્યા હતાં. RSS અખિલ ભારતીય પ્રતિનિધિ સભા (ABPS)એ નાગપુર ખાતે રવિવારે યોજાયેલી બેઠકમાં દત્તાત્રેય હોસાબોલેને સરકાર્યવાહના પદ માટે ફરીથી ચૂંટ્યા હતાં.  તેઓ માર્ચ 2021થી સરકાર્યવાહ તરીકે સેવા આપી રહ્યા છે. આરએસએસમાં દર ત્રણ વર્ષે સરકાર્યવાહની ચૂંટણી થાય છે. ચૂંટણી બોન્ડના મુદ્દે તેમણે જણાવ્યું હતું કે સંઘે હજુ સુધી તેના વિશે ચર્ચા કરી નથી, કારણ કે ચૂંટણી બોન્ડ  હજુ એક પ્રયોગ છે. તે કેટલા ફાયદાકારક અને અસરકારક છે તે સમય જ કહેશે.

LEAVE A REPLY

11 + eighteen =