ભારતના 29 રાજ્યોમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ ચુક્યું છે. દેશમાં મંગળવારે કોરોના સંક્રમણના 272 નવા કેસ નોંધાયા છે. સૌથી વધારે 64 સંક્રમિત મહારાષ્ટ્રમાં મળ્યા અહીંયા કુલ દર્દી 300ની પાર થઈ ગયા છે. ત્યારબાદ તમિલનાડુમાં 57, દિલ્હીમાં 23. મધ્યપ્રદેશમાં 19 અને તેલંગાણામાં 15 કેસ વધ્યા. આ સાથે જ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1657 થઈ ગઈ છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. સાથે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવાર રાતે 8.30 વાગ્યે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં 146 નવા કેસ સામે આવ્યા હતા.

ભારતમાં હવે કોરોનાના કુલ 1397 કેસ થઈ ગયા છે. જેમાંથી 1 હજાર 238 એક્ટિવ કેસ છે અને 124 સ્વસ્થ થઈ ચુક્યા છે. તે ઉપરાંત 35 લોકોના મોત થયા છે. આ સાથે સેનાએ કોલકાતામાં સંક્રમિત ડોક્ટરના સંપર્કમાં આવનારા 30 અધિકારીઓ અને જવાનોને સતર્કતાના ભાગરૂપે ક્વૉરન્ટીન કર્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ તમામ લોકો સેનાના કર્નલના રેન્ક ડોક્ટરના સંપર્કમાં આવ્યા હતા. સાથે જ વડાપ્રધાન મોદીએ કોરોના મહામારી સામે લડવા માટેના પ્રયાસો પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મૈન્ક્રો સાથે ફોન પર ચર્ચા કરી હતી.

ભારતના 19 રાજ્યોની સ્થિતિ
દિલ્હીમા નિઝામુદ્દીનની મરકજ બિલ્ડિંગ કોરોના વાઈરસનું કેન્દ્ર બની ગઈ છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, અહીંયાથી બુધવારે સવાર સુધી તમામ 2000થી વધારે જમાતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. અહીંયાથી કાઢવામાં આવેલા લોકોની શોધખોળમાં 20 કરતા વધારે રાજ્યોમાં અભિયાન ચાલું કરવામાં આવ્યું છે. જેમાંથી ઘણા લોકોને ટ્રેસ કરી લેવાયા છે. હેરાન કરનારી વાત તો એ છે કે મરકજથી ગયેલા 120 લોકો કોરોના પોઝિટિવ મળી ચુક્યા છે. જેમાંથી 77 માત્ર તમિલનાડુંમાં છે. 9 દર્દી આંદામાન નિકોબાર, 4 આંધ્રપ્રદેશ અને દિલ્હીમાં અત્યાર સુધી 24 દર્દી પોઝિટિવ મળી આવ્યા છે. તો બીજી બાજું તેલંગાણામાં 6 દર્દી હતા. આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે આ કેસ વધી શકે છે.

રાજસ્થાનમાં કોરોના સંક્રમણથી સ્થિતિ બગડતી જઈ રહી છે. રાજ્યમાં બુધવાર સવાર સુધી સંક્રમિતોની સંખ્યા 93 સુધી પહોંચી ગઈ છે. જયપુરના પરકોટેમાં ત્રણ દિવસમાં સંક્રમણના 13 કેસ મળ્યા બાદ બુધવારથી આ વિસ્તારને પુરી રીતે સીલ કરી દેવાયો છે. મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર અત્યારે દેશના 16 કોરોના હોટસ્પોટમાં સામેલ થઈ ગયું છે. સોમવારે ભોપાલ એઈમ્સ મોકલવામાં 40 સેમ્પલમાંથી 17 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
મહારાષ્ટ્રમાં મંગળવારે 64 નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં સોમવારે 35 સંક્રમિત મળ્યા હતા. રાજ્યમાં સૌથી વધારે દર્દી મુંબઈમાં છે. આ ઉપરાંત પૂણેમાં 45, સાંઘલીમાં 25 અને નાગપુરમાં 12 પોઝિટિવ છે. રાજ્યમાં અત્યાર સુધી 39 દર્દી સ્વસ્થ થઈ ચુક્યા છે.

કેરળમાં મંગળવારે 7 નવા કેસ સામે આવ્યા. સોમવારે 32 કેસ મળ્યા હતા. રાજ્યના તમામ 14 જિલ્લા સંક્રમણથી પ્રભાવિત છે. સૌથી વધારે 107 દર્દી કાસરગોડમાં છે. રાજ્યમાંતી એર સારા સમાચાર પણ છે. અહીંયા એક વૃદ્ધ પતિ-પત્ની સંક્રમણથી સ્વસ્થ થઈ ગયા છે. ઉત્તરપ્રદેશમાં મંગળવારે બરેલીમાં પાંચ નવા કેસ સામ આવ્યા, ત્યારબાદ સાંજ સુધી વધુ 3 કેસ પણ પોઝિટિવ આવ્યા હતા. રાજ્યમાં સોમવારે 24 કોરોના સંક્રમિત મળ્યા હતા. સૌથી વધારે 30 કોરોના પોઝિટિવ ગૌતમ બુદ્ધ નગરમાં છે.

બિહારમાં મંગળવારે કોરોના વાઈરસના 6 નવા કેસ દર્દી મળ્યા હતા. ઝારખંડમાં મંગળવારે કોરોના વાઈરસ સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો હતો. રાજ્યના સ્વાસ્થ્ય સચિવ નિતિન મદન કુલકર્ણીએ કહ્યું કે, મલેશિયાના એક નાગિરકનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો છે. તેને રાંચીના હિંદપીડી વિસ્તારમાં ખેલ ગામમાં બનાવવામાં આવેલા આઈસોલેશન સેન્ટરમાં મોકલી દેવાયા છે.

છત્તીસગઢમાં મંગળવારે એક કેસ સામે આવ્યો છે. યૂકેની યાત્રા કરીને પાછા આવેલા વ્યક્તિમાં સંક્રમણની પુષ્ટી કરવામાં આવી છે. અહીંયા સોમવારે પણ કોરબામાં એક દર્દી કોરોના પોઝિટિવ મળ્યો હતો. તાજેતરમાં જ લંડનથી પાછો આવ્યો હતો. જિલ્લામાં આ પહેલો સંક્રમિત છે.

તેલંગાણા, કુલ સંક્રમિત 92- અહીંયા મંગળવારે 15 નવા કેસ સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રી ઈ રાજેન્દ્રએ કહ્યું કે, રાજ્યમાં કોરોના વાઈરસના તમામ 15 નવા સંક્રમિત નિઝામુદ્દીન મરકજ પાછા આવ્યા હતા. સૌથી વધારે 36 સંક્રમિત હૈદરાબાદમાં છે. રાજ્યના મંત્રી કેટી રામારાવનું કહેવું છે કે રાજ્યની સરહદ પર અન્ય રાજ્યોમાંથી આવેલા 9 લાખ મજૂર છે. અમે હૈદરાબાદામાં 170 કેમ્પ બનાવવામાં સક્ષમ છે. સાથે જ જરૂરી સામાન ઉપલ્બ્ધ કરાવવા માટે કહેવામાં આવ્યું છે.

આંધ્રપ્રદેશ મંગળવારે 21 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 44 થઈ ગઈ છે. તો બીજી બાજુ રાજ્ય સરકારે હોમ ક્વૉરન્ટીન અને પોઝિટિવ દર્દીમાં નજર રાખવા માટે કોવિડ એલર્ટ ટ્રેકિંગ સિસ્ટમ બનાવવામાં આવી છે. આ સાથે લગભગ 25 હજાર લોકો પર નજર રાખવામાં આવી રહી છે. સરકારે આ લોકોના મોબાઈલ નંબર ટેલિકોમ કંપનીઓ સાથે શેર કર્યા છે. જેથી કોઈ વ્યક્તિ પોતાના ઘરના 100 કિમી દૂર જાય તો આ સિસ્ટમ જિલ્લા પ્રશાસનને એલર્ટ કરે છે. ત્યારબાદ સંબંધિત વ્યક્તિને ફોન પર સમજાવવામાં આવે છે. જો તે ન માને તો કાર્યવાહી કરવામાં આવે છે.