દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘને ‘બ્રહ્માસ્ત્ર’ ટ્રાયોલોજીમાં મહત્વના રોલ્સ ઓફર કરવામાં આવ્યા હતા. જેને તેમણે ફગાવી દીધા હતા. એક રિપોર્ટ અનુસાર આ એક્ટર્સને આ ફિલ્મ્સમાં લીડ એક્ટર રણબીર કપૂરના પેરેન્ટ્સના રોલ્સ ઓફર થયા હતા. એક સોર્સે જણાવ્યું હતું કે, ‘‘બ્રહ્માસ્ત્ર’ને એ રીતે લખવામાં આવી છે કે, જેમાં અનેક એક્ટર્સે પહેલાં પાર્ટમાં ભાગ્યે જ કશું ભજવવાનું છે, પરંતુ આ ટ્રાયોલોજીના એ પછીના બે ભાગમાં તેમના મહત્વના રોલ્સ છે. અયાન મુખર્જીને થર્ટીઝની એજના યંગ જનરેશનના બે એક્ટર્સની જરૂર હતી કે જેઓ રણબીરના પેરેન્ટ્સના રોલ્સ પ્લે કરી શકે. એ સમયે તેણે એના માટે રણવીર અને દીપિકાનો એપ્રોચ કર્યો હતો.’
આ ફિલ્મમાં રણબીર શિવ તરીકે જોવા મળશે કે જેની પાસે સુપરપાવર છે. આ ફિલ્મમાં તેની સાથે તેની રિયલ લાઇફ ગર્લફ્રેન્ડ અને એક્ટર આલિયા ભટ્ટ પણ છે. ઉપરાંત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ મહત્વના રોલ્સમાં છે. આ સોર્સે વધુ કહ્યું હતું કે, ‘આ ફિલ્મમાં રણબીર નાની ઉંમરે તેના પેરેન્ટ્સ ગુમાવી દે છે. એટલે રણવીર અને દીપિકાએ આ ફિલ્મમાં તેમની એક્ચ્યુઅલ ઉંમરનાં જ પાત્રો ભજવવાનાં હતાં. ‘બ્રહ્માસ્ત્ર’ના પાર્ટ વનમાં તેમનો કેમિયો છે, પરંતુ તેમની બેકસ્ટોરી આ પ્રોજેક્ટના બીજા ભાગમાં આવે છે. આ ઇન્ટરેસ્ટિંગ કાસ્ટિંગ રહ્યું હોત, પરંતુ રણવીર અને દીપિકાએ આ ફિલ્મ માટે હા ના પાડી. વાસ્તવમાં આ ટીમ હવે એ જ રોલ્સ માટે અન્ય ટોચના એક્ટર અને એક્ટ્રેસની શોધ કરી રહી છે.’