મુંબઈમાં 23 જૂને શોપિંગ મોલમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન સેન્ટરમાં હેલ્થ વર્કરનું રસીકરણ (Photo by INDRANIL MUKHERJEE/AFP via Getty Images)

ભારતના 11 રાજ્યોમાં કોરોનાના વધુ જોખમ ડેલ્ટા પ્લસ વેરિયન્ટને 48 કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કુલ 20 કેસ છે. દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી બેના મોત થયા છે, એમ સરકારે સરકારે શુક્રવારે જણાવ્યું હતું.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ગુજરાતમા આ વેરિયન્ટના બે કેસ નોંધાયા છે. રાજ્યમાં વડોદરા અને સુરતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 1-1 કેસ નોંધાયા છે. તમિલનાડુ અને મધ્યપ્રદેશમાં અનુક્રમે નવ અને સાત કેસ નોંધાયા છે. કેરળમાં ત્રણ કેસ નોંધાયા છે. આ ઉપરાંત પંજાબમાં બે કેસ નોંધાયા છે. આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, કર્ણાટક અને જમ્મુ પ્રત્યેકમાં એક-એક કેસ નોંધાયો છે. બે દિવસમાં ભારતમાં આ વેરિયન્ટને 40 કેસ નોંધાયા છે.