. (PTI Photo)

અમેરિકાની પ્રતિષ્ઠિત 2023 સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધામાં ભારતીય મૂળનો દેવ શાહ ગુરુવાર રાત્રે વિજેતા બન્યો હતો. તેને 11-અક્ષરોના શબ્દ “psammophile”ની સાચી જોડણી કરીને $50,000 રોકડ ઇનામ મેળવ્યું હતું. દેવ અગાઉ 2019 અને 2021માં સ્પર્ધામાં ભાગ લીધો હતો. આની સાથે તે છેલ્લા 24 વર્ષમાં દક્ષિણ એશિયન મૂળનો 22મો ચેમ્પિયન બન્યો હતો.

વિશ્વભરના 11 મિલિયન ઉમેદવારોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, તેમાં દેવનો સમાવેશ 11 ફાઇનલિસ્ટમાં થયો હતો. પ્રારંભિક રાઉન્ડ મંગળવારથી શરૂ થયા હતાં અને બુધવારે ક્વાર્ટર ફાઈનલ અને સેમિફાઈનલ યોજાઈ હતી.
અમેરિકાના મેરિલેન્ડમાં આ સ્પર્ધામાં ફ્લોરિડાના 14 વર્ષના કિશોર દેવ શાહે જણાવ્યું હતું કે “તે માની ન શકાય તેવું લાગે છે. મારા પગ હજી પણ ધ્રૂજી રહ્યાં છે.”દેવના માતાપિતા સ્ટેજ પર આવ્યા ત્યારે ભાવુક બન્યાં હતા.
આ સ્પર્ધામાં વર્જિનિયાની 14 વર્ષની ચાર્લોટ વોલ્શ બીજા ક્રમે રહી હતી.

દેવનો માટે વિજેતા શબ્દ ”Psammophile’ હતો. મેરિયમ-વેબસ્ટર મુજબ તેનો અર્થ રેતાળ વિસ્તારમાં ઉદભવતી એક સજીવ રચના થાય છે. ગ્રીકમાં “Psammoનો અર્થ રેતી થાય છે અને Phileનો અર્થ પ્રેમ થાય છે.

વર્ષોથી ભારતીય-અમેરિકનો રાષ્ટ્રીય સ્પેલિંગ બી સ્પર્ધામાં દબદબો રહ્યો છે. આ સ્પર્ધા 1925માં શરૂ થઈ હતી અને તે આઠમા ધોરણ સુધી વિદ્યાર્થીઓ માટે ખુલ્લી છે. 2020માં સ્પેલિંગ બી રદ કરવામાં આવી હતી, પરંતુ થોડા ફેરફારો સાથે 2021 માં પાછી આવી હતી. ટેક્સાસની આઠમા ધોરણની વિદ્યાર્થી હરિની લોગાને ગયા વર્ષે અન્ય ભારતીય-અમેરિકન વિક્રમ રાજુને હરાવીને જીત મેળવી હતી.

LEAVE A REPLY

seven − 5 =