British-Indian Youth MP Dev Sharma ,House of Commons

ત્રીજી પેઢીના 17 વર્ષીય બ્રિટિશ-ભારતીય યુથ સાંસદ દેવ શર્માએ હાઉસ ઓફ કોમન્સમાં “પર્યાવરણ અને આરોગ્ય”ની મોશન શરૂ કરતી ચર્ચાનું પ્રારંભિક જુસ્સાદાર ભાષણ આપતાં જણાવ્યું હતું કે ‘’મને મારા વારસા પર “ગર્વ” છે અને તે મારા જેવા અન્ય સાઉથ એશિયન યુવાનો માટે મહત્વપૂર્ણ છે. હાઉસ ઓફ કોમન્સ ખાતે ડિસ્પેચ બોક્સમાં બોલનાર તેઓ એકમાત્ર નોન-ફ્રન્ટ બેન્ચર યુથ સાંસદોમાંના એક બન્યા હતા.  COP27 ના અંત સાથે, દેવે સત્તામાં રહેલા લોકોને “આપણી આશાઓ અને ભવિષ્યને ટકાવી રાખવા” માટે કાર્ય કરવા હાકલ કરી હતી.

યુકે યુથ પાર્લામેન્ટમાં યુથ એમપી દેવ શર્માએ આપણા સ્વાસ્થ્ય પર પડતી અસરોને ટાળવા માટે આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે વધુ પગલાં લેવા હાકલ કરી હતી. તેમના ભાષણને અન્ય યુથ એમપીઓએ તાળીઓના ગડગડાટ વધાવ્યું હતું. તેઓ યુકેમાં યુથ સંસદસભ્ય તેમજ એવોર્ડ વિજેતા કાર્યકર તરીકે જાણીતા છે. જંક ફૂડની ઓનલાઈન જાહેરાતો પર પ્રતિબંધ મુકવામાં સફળતા મેળવવા દેવે UK સંસદનો વોલંટીયર ઓફ ધ યર એવોર્ડ જીત્યો હતો. તેઓ BiteBack2030 ના અધ્યક્ષ પણ છે.

સમગ્ર યુકેમાંથી યુથ પાર્લામેન્ટના 250 સભ્યોએ કોમન્સ ડિબેટમાં ભાગ લીધો હતો. આ બેઠકની અધ્યક્ષતા હાઉસના સ્પીકર સર લિન્ડસે હોયલ, એમપી દ્વારા કરાઇ હતી અને તેનું બીબીસી પાર્લામેન્ટ, યુકે પાર્લામેન્ટ લાઈવ દ્વારા પ્રસારણ કરાયું હતું અને હન્સાર્ડમાં પણ નોંધ લેવાઇ હતી.

લેસ્ટરના પૂર્વ યુથ મપી દેવ  વર્ષે વિન્ચેસ્ટરથી યુથ સાસંદ તરીકે ચૂંટાયા હતા. Email: [email protected]

 

LEAVE A REPLY

15 + twenty =