Pilots in India

ભારતમાં અત્યારે 36 ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન્સ (એફટીઓ) 57 બેઝ પર કાર્યરત છે, જે કેડેટ્સને ઉડાનની તાલીમ આપી રહી છે. વર્ષ 2022માં, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ ઉદ્યોગની જરૂરિયાતને પહોંચી વળવા માટે રેકોર્ડ 1165 કમર્શિયલ પાઇલટ લાઇસન્સ (સીપીએલ) ઇસ્યુ કર્યા હતા.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્ય પ્રધાન જનરલ (ડો.) વી કે સિંહ (નિવૃત્ત)એ તાજેતરમાં રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, પાયલોટ તાલીમ શાળાઓ વધારવા માટે સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2020માં મંત્રાલયે જૂન 2022માં, સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા પછી, એએઆઈ દ્વારા પાંચ એરપોર્ટ પર વધુ છ એફટીઓ સ્લોટ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં ભાવનગર (ગુજરાત), હુબલી (કર્ણાટક), કડપ્પા (આંધ્રપ્રદેશ), કિશનગઢ (રાજસ્થાન) અને સાલેમ (તમિલનાડુ)નો સમાવેશ થાય છે. હાલમાં સાલેમ (તમિલનાડુ)માં એક એફટીઓ સ્લોટ કાર્યરત છે.

LEAVE A REPLY

four × four =