ડિયાજિયો ઇન્ડિયા (યુનાઇટેડ સ્પિરિટ્સ)એ ગ્રેટર થાન અને હાપુસા જેવી લોકપ્રિય જિન બ્રાન્ડ્સ ધરાવતી ભારતની ક્રાફ્ટ ડિસ્ટિલર Nao સ્પિરિટ્સમાં બહુમતી હિસ્સો હસ્તગત કરવાની જાહેરાત કરી હતી. આ સોદો આશરે રૂ.130 કરોડ ($15.2 મિલિયન)માં થયો હતો અને તેનાથી Nao સ્પિરિટ્સ હવે ડિયાજિયો ઇન્ડિયાની પેટાકંપની બનશે.

આનંદ વિરમાણીએ 2017માં સ્થાપિત કરેલી Nao સ્પિરિટ્સ સ્થાનિક વનસ્પતિઓનો ઉપયોગ કરીને પ્રીમિયમ ભારતીય ક્રાફ્ટ સ્પિરિટ્સનું ઉત્પાદન કરે છે. ભારતની પ્રથમ ક્રાફ્ટ જિન ગ્રેટર થાનનું સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રાપ્ત નવ વનસ્પતિઓથી બનાવવામાં આવે છે, જ્યારે તેનો સુપર-પ્રીમિયમ બ્રાન્ડ હાપુસા જંગલી હિમાલયન જ્યુનિપરથી બનાવવામાં આવે છે.

તાજેતરમાં કંપનીએ તેના મુખ્ય રમ પ્રોડક્ટ પીપા, લોન્ચ કરીને રમ કેટેગરીમાં વિસ્તરણ કર્યું હતું.ડિયાજિયો ઇન્ડિયાના એમડી અને સીઈઓ પ્રવીણ સોમેશ્વરે જણાવ્યું હતું કે નાઓ સ્પિરિટ્સ સાથે અમે સ્થાનિક સફળતાની વાર્તાને આગળ વધારવા અને ગ્રાહકોને પ્રીમિયમ સેગમેન્ટમાં ઉચ્ચ-ગુણવત્તાવાળા, સ્થાનિક રીતે બનાવેલા વિકલ્પો પ્રદાન કરવાની તક જોઈએ છીએ.

ડિયાજિયો ઇન્ડિયાના હાલના પ્રોડક્ટસ પોર્ટફોલિયોમાં જોની વોકર, ટેન્કેરે, મેકડોવેલ નંબર 1 અને આર્ટિઝનલ સિંગલ માલ્ટ ગોડાવન સહિત આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. નાઓ સ્પિરિટ્સનો ઉમેરો તેની પ્રીમિયમ ઓફરિંગમાં વધારો કરે છે અને તેના જિન પોર્ટફોલિયોમાં એક સ્થાનિક ધાર ઉમેરે છે.

LEAVE A REPLY