એર ઈન્ડિયા એક્સપ્રેસ 17મી ડિસેમ્બર 2023થી સુરત અને દુબઈ વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ ચાલુ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મીએ સુરત એરપોર્ટના વિસ્તૃત ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે જ એર ઇન્ડિયાએ આ જાહેરાત કરી છે.

શહેરના ડાયમંડ બુર્સ યુનિયનની રજૂઆતને પગલે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ સુરત એરપોર્ટ પર ઈન્ટરનેશનલ કનેક્ટિવિટી વધારવા માટે એરલાઈન્સને સૂચન કર્યું હતું. સુરતથી દુબઈ માટેની ફ્લાઈટનું બુકિંગ 14 ડિસેમ્બરથી શરૂ થશે અને પહેલી ફ્લાઈટ વડાપ્રધાન નરેન્દ્રની મોદીની હાજરીમાં ઉડાણ ભરશે.

સુરત એરપોર્ટના વિસ્તારેલા ટર્મિનલનું ઉદ્ઘાટન કરવા મોદી સુરત આવવાના છે અને ત્યારે જ તેમની હાજરીમાં સુરતથી દુબઈની ડાયરેક્ટ ફ્લાઈટ ઉડાણ ભરશે. આ ફ્લાઈટ અઠવાડિયામાં ચાર દિવસ અથવા તો દરરોજ ઉડાણ ભરી શકે છે. દુબઈ ઉપરાંત સુરતથી હોંગકોંગ માટે પણ સીધી ફ્લાઈટ શરૂ કરવાની યોજના છે. લાંબા સમયથી સુરતના હીરા વેપારીઓ અને સુરતીઓ દુબઈની સીધી ફ્લાઈટની માગ કરી રહ્યા હતા.

 

LEAVE A REPLY

16 − 1 =