ત્રણ પોલીસ અધિકારીઓને છરા મારવા બદલ વેસ્ટ લંડનના વેસ્ટબોર્ન પાર્ક રોડના 25 વર્ષીય મોહમ્મદ રહેમાનને 8 ડિસેમ્બરના રોજ કિંગ્સ્ટન ક્રાઉન કોર્ટે ઓછામાં ઓછા 20 વર્ષની કેદની સજા ફટકારી હતી.

તપાસનું નેતૃત્વ કરનાર ડિટેક્ટીવ ઈન્સ્પેક્ટર ઓલી સ્ટ્રાઈડે જણાવ્યું હતું કે “પીસી જો ગેરાર્ડની હત્યાના પ્રયાસ અને પીસી અલાન્નાહ મુલહલની ગંભીર ઈજા કરાઇ તે તેના ગુનાઓની ગંભીરતા દર્શાવે છે.

જો અને અલાન્નાહની હિંમત અને બહાદુરી, તેમજ તેમના સાથીદારો, ફાયર આર્મ્સ અધિકારીઓ અને પેરામેડિક્સના તબીબી હસ્તક્ષેપને કારણે વધુ ખરાબ પરિણામ આવતું અટક્યું હતું.

16 સપ્ટેમ્બર 2022 ના રોજ લગભગ 06:00 કલાકે, બે અધિકારીઓ લેસ્ટર સ્ક્વેર વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા ત્યારે એક વ્યક્તિએ તેમને કહ્યું હતું કે એક વ્યક્તિ પાસે છરી હતી અને તેણે તેનો મોબાઈલ ફોન છીનવી લીધો હતો. બે મહિલા અધિકારીઓએ ઝડપથી શંકાસ્પદને શોધી કાઢ્યો હતો પણ રહેમાને અધિકારીઓને સહકાર આપવાનો ઇનકાર કર્યો હતો અને ભાગી ગયો હતો. બે વધુ પોલીસ અધિકારીઓ મદદ માટે તાત્કાલિક આવી પહોંચ્યા હતા. પરંતુ તેમણે શંકાસ્પદની ધરપકડ કરવાનો પ્રયાસ કરતાં તેણે મહિલા અધિકારી, પીસી મુલહલને જમણા હાથના ઉપરના ભાગે છરી મારી દીધી હતી. તે પછી વધુ અધિકારીઓ દોડી આવ્યા હતા પરંતુ તે સમય દરમિયાન રહેમાને પીસી ગેરાર્ડને માથા, હાથ અને છાતીમાં છરાના પાંચ ઘા કરી છરો મારી ગંભીર ઈજાઓ કરી હતી. છાતીમાં વાગેલા ઘાના કારણે ફેફસામાં પંચર થઈ ગયું હતું. જ્યારે ત્રીજા અધિકારીને તેની આંગળીમાં ઘા થયો હતો. હિંમત અને દૃઢ નિશ્ચય દ્વારા અધિકારીઓ આખરે રહેમાનની ધરપકડ કરવામાં સફળ રહ્યા હતા. રહેમાનને લૂંટ માટે પણ દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

one + 2 =