પ્રતિક તસવીર (Photo by OLI SCARFF/AFP via Getty Images)

હ્યુમન ફર્ટિલાઇઝેશન એન્ડ એમ્બ્રીયોલોજી ઓથોરિટી (એચએફઇએ)એ શોધી કાઢ્યું છે કે અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી દર્દીઓ માટે ફર્ટીલીટી (પ્રજનન)ની સારવારના પરિણામોમાં પણ અસમાનતા જણાઇ આવી છે.

અશ્વેત દર્દીઓનો જન્મ દર સૌથી ઓછો હતો પરંતુ 2020-21માં તમામ વંશીય જૂથોમાં સૌથી વધુ બહુવિધ જન્મ દર સમુદાયમાં ચાલુ રહ્યો હતો. સિંગલ બ્લેક અને એશિયન દર્દીઓને 2017થી 21 દરમિયાન 38-39 વર્ષની વયે ફર્ટીલીટી સારવાર શરૂ કરાઇ હતી. પરંતુ શ્વેત સિંગલ દર્દીઓ માટે આ વય 36.2 વર્ષની હતી. NHS દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ IVF સાયકલ્સમાં વિજાતીય યુગલોમાં અશ્વેત દર્દીઓમાં સૌથી વધુ ઘટાડો થયો છે, જે 2019માં 60 ટકા હતો તે ઘટીને 2021માં 41 ટકા થઈ ગયો છે.

ટ્રાન્સફર કરાયેલા ગર્ભ દીઠ સરેરાશ IVF જન્મ દર તમામ જૂથોમાં વધ્યો છે, પરંતુ 2020-21માં શ્વેત દર્દીઓ (32 ટકા)ની સરખામણીમાં 18-37 વર્ષની વયના અશ્વેત અને એશિયન દર્દીઓમાં સૌથી ઓછો જન્મ દર (અનુક્રમે 23% અને 24%) હતો.

હ્યુમન ફર્ટીલાઇઝેશન એન્ડ એમ્બ્ર્યોલોજી ઓથોરિટીના સભ્ય પ્રો. ગીતા નારગુંડે જણાવ્યું હતું કે “ફર્ટિલિટી ટ્રીટમેન્ટમાં સ્વાસ્થ્યની અસમાનતાઓ માટે કોઈ જગ્યા નથી. સારા સમાચાર એ છે કે તમામ જૂથોમાં બહુવિધ જન્મ દરમાં ઘટાડો થયો છે, આ નવો HFEA રિપોર્ટ આરોગ્યની અસમાનતાઓને પ્રકાશિત કરે છે. તે દર્શાવે છે કે અર્થપૂર્ણ ફેરફારોની જરૂર છે.’’

2017-2021માં, IVFનો સૌથી વધુ ઉપયોગ શ્વેત દર્દીઓ (77%) દ્વારા કરાયો હતો. એશિયન દર્દીઓ અન્ય વંશીય જૂથો કરતાં IVF દર્દીઓના મોટા પ્રમાણનું પ્રતિનિધિત્વ કરે છે. 2017-21માં મિશ્ર, અન્ય અને શ્યામ પૃષ્ઠભૂમિના દાતાઓ પાસેથી સારવારમાં ઉપયોગમાં લેવાતા અડધાથી વધુ શુક્રાણુઓ વિદેશમાંથી આયાત કરાયા હતા.

LEAVE A REPLY

18 − one =