Conservative Party logo (Photo by Ian Forsyth/Getty Images)

કન્ઝર્વેટિવ પક્ષને તેના ઈતિહાસમાં સૌથી મોટું સિંગલ ડોનેશન મળ્યા બાદ હવે ચૂંટણી ન હોય તેવા વર્ષમાં કોઈપણ રાજકીય પક્ષને ન મળ્યું હોય તેવું સૌથી વધુ એટલે કે £50 મિલિયનનું દાન મળે તેવા સંજોગો ઉભા થયા છે. લેબરે 2023 માં £15 મિલિયન એકત્ર કર્યા છે. લિબરલ ડેમોક્રેટ્સે અત્યાર સુધીમાં કુલ £6 મિલિયનનું દાન એકત્ર કર્યું છે.

કન્ઝર્વેટિવના અધ્યક્ષ રિચાર્ડ હોલ્ડને સાથીદારોને કહ્યું છે કે કન્ઝર્વેટિવ કેમ્પેઈન હેડક્વાર્ટર (CCHQ)ને આ વર્ષે સૌથી વધુ રકમ મળે તેવી સંભાવના છે. ગયા વર્ષે મૃત્યુ પામેલા સુપરમાર્કેટ જાયન્ટના ભૂતપૂર્વ વડા લોર્ડ સેન્સબરીએ તેમની વસિયતમાં કન્ઝર્વેટિવ ફાઉન્ડેશનને £10 મિલિયન આપ્યા હતા. જ્યારે 2019માં લિબરલ ડેમોક્રેટ્સને તેમના પિતરાઈ ભાઈ, લોર્ડ સેન્સબરી ઓફ તુર્વિલે £8 મિલિયનનું દાન આપ્યું હતું.

કન્ઝર્વેટિવ પાર્ટીએ 2023માં £37 મિલિયન કરતાં વધુ એકત્ર કર્યા છે. ટોરીઝે જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં £15.8 મિલિયન એકત્ર કર્યા હતા જે લેબર કરતા ત્રણ ગણા વધારે છે.

કન્ઝર્વેટિવ દાતા ગ્રેહામ એડવર્ડ્સે £2 મિલિયન અને મલિક કરીમે £250,000નું દાન આપ્યું હતું. તો ભારતીય ઉદ્યોગપતિ વિશ્વજીત રાણાની માલિકીની ગ્લોબલ એજ્યુકેશન હોલ્ડિંગ્સ લિમિટેડ પાસેથી £125,000 પણ મળ્યા હતા.

કંઝર્વેટિવે ચૂંટણી ખર્ચની મર્યાદા £19 મિલિયનથી વધારીને £34 મિલિયન કરી છે અને તેને પહોંચી વળવા માટે 2024 દરમિયાન વધુ ભંડોળ ઊભું કરવાનું ચાલુ રાખનાર છે.

LEAVE A REPLY

five − 1 =