આયુર્વેદિક ડોક્ટર્સને વિવિધ પ્રકારની સર્જરની વિરોધમાં ડોક્ટર્સે 11 ડિસેમ્બરે હડતાલ પાડી હતી. થાણેમાં ડોક્ટર્સે હાથમાં બેનર્સ રાખીને વિરોધ દર્શાવ્યો હતો. (PTI Photo)

આયુર્વેદના અનુસ્નાતક વિદ્યાર્થીઓ ત્રણ વર્ષની તાલીમ બાદ આંખ, કાન, નાક, ગળા સહિત 58 પ્રકારની સર્જરી છૂટ પરવાનગીના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને 11 ડિસેમ્બરે હડતાલનું એલાનનું આપ્યું હતું. તેમાં ગુજરાતના 28 હજાર ડોક્ટરો જોડાયા હતા.

આ એલાનને પગલે ગુજરાતમાં અમદાવાદ મેડિકલ એસોએશનને શુક્રવારે હડતાળ પાડવા નક્કી કર્યુ હતું. આયુર્વેદના વિદ્યાર્થીઓને સર્જરીને છૂટ અપાતાં એલોપથી પ્રેક્ટીસ કરતાં ડોક્ટરો નારાજ થયાં છે. ડોક્ટરોનું કહેવું છે કે, આયુર્વેદ અને એલોપથી એમ બે પ્રકારનો અભ્યાસ કરનારાં ડોક્ટરો આરોગ્ય માટે જોમી પુરવાર થશે.

આયુર્વેદ એક શાસ્ત્ર છે અને ઘણાં વર્ષોથી અપનાવવામાં આવ્યુ છે, પરંતુ સવાલ એ છે કે, સર્જરી દરમિયાન એનેથેસિયા અને એન્ટીબાયોટીક દવાની જગ્યા આયુર્વેદ કેવી રીતે લઇ શકશે. સર્જરી દરમિયાન કોઇ ગંભીર સમસ્યા સર્જાશે તો આયુર્વેદથી ઇલાજ શકય નથી. આ સંજોગોમાં આયુર્વેદના ડોકટરોને સર્જરીની છુટ આપવી યોગ્ય નથી. ડોક્ટરની હડતાલને કારણે ગુજરાતની ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી, કન્સલ્ટટન્ટ, ઓપરેશન સહિતની રૂટિન કામગીરી બંધ રહેશે. જોકે કોરોના અને ઇમર્જન્સી સારવાર યથાવત રહેશે.