પ્રતિક તસવીર (Photo by Wojtek Radwanski / AFP) (Photo by WOJTEK RADWANSKI/AFP via Getty Images)

તા. 21ને સોમવારે બપોરે સેન્ટ હેલેન્સના બ્લેકબ્રૂક વિસ્તારમાં બિડસ્ટન એવન્યુમાં નવું ચાલતા શીખી રહેલી 17 માસની એક બાળકી પર કુતરાએ હુમલો કરતાં તેનું  હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. મર્સીસાઇડ પોલીસે જણાવ્યું હતું કે તેણીના પરિવારે એક અઠવાડિયા પહેલા જ કૂતરો ખરીદ્યો હતો.

પોલીસે કુતરાનું મોત નિપજાવ્યું હતું અને હવે તેનો પર પરીક્ષણો હાથ ધરાશે. પોલીસે આ કુતરો ગેરકાયદેસર જાતિ છે કે કેમ, તેમજ તેના અગાઉના માલિકોને ઓળખવાનો પ્રયાસ કરાશે.

ડીટેક્ટીવ ઇન્સપેક્ટર લિસા મિલિગને કહ્યું હતું કે “આ એક દુ:ખદ ઘટના છે અને અમારા વિચારો આ વિનાશક સમયે બાળકના પરિવાર સાથે છે. પોલીસ તપાસ પ્રારંભિક તબક્કામાં છે અને પોલીસ ઘરે-ઘરે તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ જોઈ રહી છે.