Electric scooters

ઈસ્ટ લંડનમાં અપ્ટન પાર્કમાં ગ્રીન સ્ટ્રીટ ખાતે વાન સાથે અથડાતા ઈ-સ્કૂટર પર સવાર 14 વર્ષની એક કિશોરીનું મૃત્યુ થયું છે. તેણીને પેરામેડિક્સ દ્વારા સારવાર આપવામાં આવી હતી પરંતુ તેનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. વાનનો ડ્રાઈવર પોલીસ સાથે હતો પરંતુ તેની ધરપકડ કરવામાં આવી નથી.

ક્રેશને પગલે પોલીસે ન્યૂહામમાં B167ના અડધા માઈલના પટને કોર્ડન કરી લીધો હતો. જે કોર્ડન સેલ્સડન રોડથી બાર્કિંગ રોડ સુધી લંબાયો હતો. મેટ પોલીસે બંને છેડે ટ્રાફિકને ડાયવર્ટ કર્યો હતો.

યુકેમાં જાહેર રસ્તાઓ પર ખાનગી માલિકીના ઈ-સ્કૂટરનો ઉપયોગ પ્રતિબંધિત છે. જો કે સમગ્ર ઈંગ્લેન્ડમાં સરકાર સમર્થિત ટ્રાયલના ભાગરૂપે જૂન 2021માં લંડનના કેટલાક ભાગોમાં ઇ સ્કૂટર ભાડે આપવાની યોજના રજૂ કરવામાં આવી હતી.

જાન્યુઆરી 2021થી જૂન 2021 સુધી યુકેમાં થયેલા 931 ઈ-સ્કૂટર ક્રેશમાંથી અડધાથી વધુ લંડનમાં થયા હતા. મેટ પોલીસે 2021 દરમિયાન 3,600 થી વધુ ખાનગી માલિકીના ઈ-સ્કૂટર પણ જપ્ત કર્યા હતા.