A drunk man urinated on a woman on Air India's New York-Delhi flight
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવાઇભાડાની લોઅર લિમિટ અને અપર લિમિટમાં 9.83 ટકાથી 12.82 ટકાનો વધારો કરતાં ડોમેસ્ટિક હવાઇ પ્રવાસ મોંઘો થશે, એમ સત્તાવાર આદેશમાં જણાવાયું હતું.

કોરોના લોકડાઉન બાદ 25મે 2020ના રોજ હવાઇ સેવા ફરી ચાલુ થયા બાદ સરકારે ફ્લાઇટ ડ્યુરેશનને આધારે લોઅર અને અપર લીમિટ નિર્ધારિત કરી હતી. લોઅર લિમિટ એટલાં માટે લાગુ કરવામાં આવી હતી કે જેથી નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહેલી એરલાઇનને રક્ષણ મળશે. અપર લિમિટનો હેતુ ઊંચા હવાઇ ભાડાથી મુસાફરોને રક્ષણ આપવાનો હતો.

12 ઓગસ્ટ 2021ના આદેશમાં મંત્રાલયે 40 મિનિટથી ઓછા ડ્યુરેશનની ફ્લાઇટના ભાડાની લોઅર લિમિટને રૂા.2,600થી વધારીને રૂા.2,900 કરી છે, જે 11.53 ટકાનો વધારો દર્શાવે છે. 40 મિનિટથી ઓછા ડ્યુરેશનની ફ્લાઇટના ભાડાની અપર લિમિટને 12.82 ટકા વધારીને રૂા.8,800 કરવામાં આવી છે.

એ રીતે 40થી 60 મિનિટના ડ્યુરેશનની ફ્લાઇટના ભાડાની લોઅર લિમિટને રૂા.3,700થી વધારીને રૂા.3,300 કરવામાં આવી છે. આવી ફ્લાઇટના ભાડાની અપર લિમિટને 12.24 ટકા વધારીને રૂા.11,000 કરવામાં આવી છે. 60થી 90 મિનિટના ડ્યુરેશનની ફ્લાઇટના ભાડાની લોઅર લિમિટને 12.5 ટકા વધારીને રૂા.4,500 કરવામાં આવી છે. આવી ફ્લાઇટના ભાડાની અપર લિમિટને 12.82 ટકા વધીને રૂા.13,200 કરવામાં આવી છે.

90-120, 120-150, 150-180 અને 180-210 મિનિટ ડ્યુરેશનની ફ્લાઇટના ભાડાની અપર લિમિટમાં અનુક્રમે 12.3 ટકા, 12.42 ટકા અને 12.74 ટકા વધારો કરવામાં આવ્યો છે.સરકારના આ ભાડા મર્યાદામાં પેસેન્જર સિક્યોરિટી, યુઝર ડેવલપમેન્ટ ફી અને જીએસટીનો સમાવેશ થતો નથી.