Getty Images)

પ્રેસિડેન્ટ ટ્રમ્‍પે એચ-૧બી વીઝાને લાયકાત આધા‌રિત સીસ્ટમની દિશામાં લઇ જવાના આશય સાથેના સુધારા માટે વહીવટીતંત્રને આદેશ આપ્‍યો છે. વ્‍હાઇટ હાઉસના અધિકારીઓએ, એચ-૧બી અને બીજા વર્ક વીઝા ડિસેમ્‍બર સુધી સસ્‍પેન્‍ડ કરવાના પ્રમુખના જાહેરનામા બાદ જણાવ્‍યું હતું કે, લાયકાત આધા‌રિત ઇમિગ્રેશન પધ્‍ધ‌તિની દિશામાં આગળ વધવાની શરૂઆત થઇ છે.

વ્‍હાઈટ હાઉસે જણાવ્‍યું હતું કે, સૌથી વધારે કુશળતા ધરાવતા લોકોની અરજીઓ મળી રહે તેની ખાતરી કરવા સૌથી વધારે વેતન ઓફર થયું હોય તેવા કામદારોને જ એચ-૧-બી કાર્યક્રમ હેઠળ પ્રાથ‌મિકતા અપાશે. આ ઉપરાંત અમે‌રિકન કામદારોના સ્‍થાને ઓછા વેતનવાળા વિદેશી કામદારોને કામે રાખવા તરફ દોરી જતી કાયદાની છટકબારીઓ પણ દૂર કરાશે.

ઇમિગ્રેશન વ્‍યવસ્‍થામાં સૂ‌ચિત ફેરફારો દ્વારા અમે‌રિકન કામદારોના વેતનની સુરક્ષા કરવા ઉપરાંત વધારે કુશળતાવાળા વિદેશી કામદારો જ પ્રવેશી શકે તેની ખાતરી કરાશે. દર વર્ષે ૮પ૦૦૦ એચ-૧-બી વીઝા અપાય છે તેની સામે ગતવર્ષે રરપ૦૦૦ અરજીઓ આવી હતી. પ્રમુખ લોટરી પ્રથા દૂર કરવાના આશયથી વધારે વેતનની ઓફરવાળા ૮પ૦૦૦ અરજદારોને પસંદ કરવાની સૂચના આપવા ઉપરાંત સસ્તા વિદેશી કામદારોને લાવવાનું સુગમ બનાવતી છટકબારીઓ પણ દૂર કરવા આદેશ આપ્‍યો છે.

વ્‍હાઇટ હાઉસના અધિકારીએ જણાવ્‍યું હતું કે ઇમિગ્રન્‍ટ્સને કામે રાખીને અમે‌રિકન કામદારને હટાવાતા હોય છે. ડીઝની તથા એટી એન્‍ડ ટીમાં અમે‌રિકન કર્મચારીઓને એચ-૧-બી ધારકોને તાલીમ આપવા કામે લગાડાય છે અને તે પછી તેમને કાઢી મૂકાતા હોય છે. લેબર સેક્રેટરી તેમની સત્તા વાપરીને એચ-૧-બી વીઝાના દુરૂપયોગ મામલે તપાસ કરાવવાના છે.