ખૂબ જ લોકપ્રિય અને વિશ્વ વિખ્યાત પ્રેરક વક્તા અને લાઇફ કોચ ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામીના ‘રિઇન્વેન્ટ, ઇવોલ્વ અને લીડ’ વિષય પરના પ્રેરક વક્તવ્યનું આયોજન સોમવાર 30 ઑક્ટોબરના રોજ સાંજે 6-45થી નીસડન સ્વામિનારાયણ મંદિર, પ્રમુખ સ્વામી રોડ, નીસડન, NW10 8HW ખાતે કરવામાં આવ્યું છે. જેમાં તેઓ મૂળભૂત પ્રશ્નોના વ્યવહારુ જવાબો આપશે. શુક્રવાર 27 ઓક્ટોબર સુધીમાં https://form.jotform.com/232905747919368 ઉપર પૂર્વ-નોંધણી જરૂરી છે.

મિકેનિકલ એન્જિનિયર તરીકે સ્નાતક થયા પછી, જ્ઞાનવત્સલદાસ સ્વામીએ 1992માં પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી સાધુ તરીકે દિક્ષા લીઘી હતી. એક અસાધારણ જાહેર વક્તા અને લોકપ્રિય કટારલેખક તરીકે, તેમણે વિશાળ, સમર્પિત પ્રેક્ષકોને ફોલોઅર્સ બનાવ્યા છે. તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સૌથી વધુ સંભળાતા, દેખાતા અને અનુસરવામાં આવતા લાઇફ કોચ છે.

પૂ. જ્ઞાનવત્સલદાસ સ્વામીએ 32 દેશોમાં 5,000થી વધુ નેતાઓ અને 30 લાખ લોકો સાથે વાતચીત કરી છે. છેલ્લાં 31 વર્ષોમાં પૂ. સ્વામીજીએ યુનિવર્સિટીઓ, કોર્પોરેટ્સ, પ્રોફેશનલ સંગઠનો, સામાજિક સમુદાયો અને સરકારી સંસ્થાઓમાં 15,500 થી વધુ વક્વ્યો આપ્યા છે.

LEAVE A REPLY

twelve − 10 =