પ્રતિકાત્મક તસવીર . (ANI Photo)
  • નવનાત વણિક એસોસિએશન ઓફ યુકે દ્વારા રવિવાર 12-11-2023ના રોજ બપોરે 4 કલાકે વાર્ષિક ચોપડા પૂજનનું આયોજન નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, હેયસ UB3 1AR ખાતે કરવામા વ્યું છે. જેમાં મહારાજ ચોપડા પૂજન કરાવશે અને કુટુંબ અથવા બિઝનેસ દીઠ બે લોકો પૂજનમાં ભાગ લઇ શકશે. પરિવારજનો અને મિત્રો વિધિ જોઇ શકશે. નોંધણીની અંતિમ તારીખ 5મી નવેમ્બર 2023 છે. સંપર્ક: રમેશભાઇ શાહ 07742 045 154 અથવા ભોગીલાલ સંઘવી 07484 332 422 અથવા [email protected] પર ઇમેઇલ કરો
  • શ્રી લોહાણા મહાજન લેસ્ટર અને શ્રી રામ મંદિર દ્વારા માસિક જલારામ પ્રસાદ કાર્યક્રમનું આયોજન તા. 5-11-23ના રોજ સવારે 10.30 થી બપોરે 1.30 સુધી કરવામાં આવ્યું છે. શૈલેષ રાજા અને શિવ કિન્નર ગ્રુપ ભજનો રજૂ કરશે. ફેસબુક પેજ leicester.lohana પર લાઈવ જોઇ શકાશે. પ્રસાદીના પ્રાયોજક કાંતિભાઈ અને સરલાબેન મજીઠીયા તથા પરિવાર છે.
  • શ્રી લોહાણા મહાજન લેસ્ટર દ્વારા ગરબા નાઇટનું આયોજન શનિવાર, 28-10-23ના રોજ સાંજે 7:30થી શ્રી લોહાણા મહાજન, નીતિબેન ઘીવાલા સેન્ટર, હિલ્ડયાર્ડ રોડ, લેસ્ટર, LE4 5GG ખાતે કરવામાં આવ્યું છે. સંગીત દ્રષ્ટિ દેસાઈ એન્ડ ગ્રુપ રજૂ કરશે. સંપર્ક:0116 2664642.

LEAVE A REPLY

seventeen + four =