Surgeon Bipin Kumar Jha acquitted for sexually assaulting three female students
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

એક મહિલાને પોર્ટ્સમથની હોટેલ ટ્રાવેલોજમાં રફ સેક્સ કરવા માટે માર મારનાર અને ડાર્ક વેબ પર ક્લાસ એ ડ્રગ્સ ખરીદનાર સાઉધમ્પ્ટન જનરલ હોસ્પિટલના વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જરીના કન્સલ્ટન્ટ ડૉ. પરબિન્દરપાલ ગ્રેવાલને દર્દીઓની સારવાર કરવા માટે એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

50 વર્ષના ડૉ. ગ્રેવાલે મહિલાને થપ્પડ મારી તેનું ગળું દબાવ્યું હતું અને તેના વાળ ખેંચ્યા હતા. તે પછી તેને બેડમાં ફેંકી દીધી હતી. 2019માં આ ભયાનક જાતીય આક્રમણ બાદ તેણીને આઘાત લાગ્યો હતો અને અવ્યવસ્થિત વાળ અને ગરદન પર લાલ નિશાનો સાથે રડતી આંખે તે રીસેપ્શન પાસેથી ભાગી ગઈ હતી.

આ મહિલા ડૉ. ગ્રેવાલને શ્રીમંત પુરુષો માટેની ડેટિંગ એપ્લિકેશન પર મળી હતી. તે મહિલાને બનાવ પછી મોકલેલા ટેક્સ્ટ મેસેજમાં ડૉ. ગ્રેવાલે કહ્યું હતું કે ‘હું જાણતો ન હતો કે મેં શું કર્યું હશે. કારણ કે હું પોતાને રોકી શક્યો ન હોત. હું તારા વાળ પકડીને તને તમાચા મારવા સાથે સેક્સ કરવા માંગતો હતો.‘’

માન્ચેસ્ટરમાં મેડિકલ પ્રેક્ટિશનર્સ ટ્રિબ્યુનલ સર્વિસે ડૉ. ગ્રેવાલને મહિલા પ્રત્યેના તેમના હિંસક વર્તનને લગતા ગેરવર્તણૂકના આરોપો માટે દોષિત ઠેરવ્યા હતા. પબ્લિક સ્કૂલમાં ભણેલા સર્જનને તબીબી પ્રેક્ટિસમાંથી સસ્પેન્ડ કરાયા હતા. પરંતુ સ્ટાફની અછતને કારણે કામનું ભારણ અસામાન્ય રીતે વધારે હોવાથી અને પોતાની સાથે રેસીસ્ટ દુર્વ્યવહાર કરાયો હોવાનો દાવો કર્યા પછી તેને છૂટા કરાયા ન હતા.

ઈમ્પીરીયલ કોલેજ લંડનમાંથી સ્નાતક થયેલા ડૉ. ગ્રેવાલને ફરજ માટે અયોગ્ય હોવા છતાં તેમને કામ પર આવવાના અલગ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. તેને અગાઉ 2010માં હિટ એન્ડ રન રોડ સ્મેશ માટે સસ્પેન્ડ કરાયા હતા.

NHS તપાસકર્તાઓ સાથેની એક મુલાકાતમાં ગ્રેવાલે જણાવ્યું હતું કે તેણી સાથેનો તેમનો સંબંધ અગાઉથી ‘સેક્સ્યુઅલી રફ’ હતો અને તેણે કોઈપણ હુમલાનો ઇનકાર કર્યો હતો.

LEAVE A REPLY

2 × five =