રોડ પરના ડેટા મેળવતી ઉબરની કાર (Photo by ERIC BARADATAFP via Getty Images)

કોલાઇઝન વોર્નીંગ સિસ્ટમ્સથી લઈને સ્માર્ટ બ્રેકડાઉન પ્લગ-ઇન ડિવાઇસીસ, ઑટોમેટીક બ્રેકિંગથી લઇને બ્લાઇન્ડ-સ્પોટ વોર્નીંગ સહિતની અપગ્રેડેડ અને જીવન બચાવતી ટેકનોલોજી કારને વધુને વધુ સોફેસ્ટીકેટેડ બનાવી રહી છે. ભવિષ્યની કાર અત્યારે જેવી દેખાય છે તેવી કદાચ નહિ હોય. ફોર વ્હીલ્સ, બૂટ અને બોનેટ, વિંડોઝ અને દરવાજા હશે પરંતુ કારમાં કદાચ સ્ટીયરીંગ વ્હીલ નહિ હોય.

કાર ચલાવવાની મૂળભૂત રીત બદલાશે. કમ્પ્યુટર સંચાલિત સ્ટીઅરિંગ અને સેન્સર કારનવાહનને ફેરવવાનું અને ટ્રેક પર રાખવાનું શક્ય બનાવશે.  ઑટોનોમસ કારોના વિશ્વના કેટલાક મોટા ઉત્પાદકોએ પહેલેથી જ રેગ્યુલેટર્સને સ્ટીઅરિંગ વ્હીલ્સ, પેડલ્સ અને મીરર્સ કાઢી નાંખવા જણાવ્યું છે. વાહનની ફરતે લગાવેલા સેન્સર્સ આસપાસના લેન્ડમાર્ક્સ, રાહદારીઓ, વાહનો વગેરેની નોંધ રાખશે. જેમાં સ્માર્ટ રોડનો ડેટા મદદ કરશે. સેન્સર્સ બ્લાઇન્ડ-સ્પોટ પર ધ્યાન આપશે.

AA દ્વારા સ્માર્ટ બ્રેકડાઉનને કારની ઑનબોર્ડ ડાયગ્નોસ્ટિક્સ સિસ્ટમથી કનેક્ટ કરવામાં આવશે. જેથી કરાની ખરાબી અને અન્ય બાબતો સીધી જ AAને મળશે. આમ ટ્રેકડાઉન વખતે AAને પહેલાથી જ તેની માહિતી મળી જશે. તેથી શક્ય તેટલું વહેલી તકે ખરાબીનુ નિદાન કરવામાં અને તેને ઠીક કરવામાં મદદ મળશે. વળી કારના ડ્રાઇવરને પણ કારમાં ખરાબી આવતી રોકવા માટે માર્ગદર્શન મળશે અને કારની બેટરી, ઇગ્નીશન કોઇલ, ડેશબોર્ડ વોર્નીંગ લાઇટ્સ વગેરેની માહિતી કારમાલીકના સ્માર્ટફોન પર મળશે.

સંશોધન મુજબ ટ્રાફિકને સરળતાથી આગળ વધારવા માટે ડ્રાઇવરલેસ કારનો કાફલો એક સાથે ટ્રાફિકના પ્રવાહમાં ઓછામાં ઓછા 35 ટકાનો વધારો કરી શકે છે. ડ્રાઇવરલેસ કાર તેમના સેન્સર દ્વારા ડેટા એકત્રિત કરશે અને એક બીજા સાથે તેને વહેંચશે જેથી દરેક કાર વધુ ઝડપથી સલામત રીતે પોતાના સ્થળે પહોંચશે.