Plumes of smoke rise from a container ship anchored in Dubai's Jebel Ali port as emergency services try to contain the fire, in Dubai, UAE, July 7, 2021 in this still image taken from a video. WAM/Handout via REUTERS THIS IMAGE HAS BEEN SUPPLIED BY A THIRD PARTY.

દુનિયાના સૌથી મોટા બંદરોમાં સામેલ દુબઈના જેબેલ અલી બંદર પર એક માલવાહક જહાજમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ બાદ દુબઈની કેટલીક ઇમારતો હચમચી ઉઠી હતી. આ વિસ્ફોટથી લાગેલી આગને અંકુશમાં લેવામાં આવી હતી અને આ દુર્ઘટનમાં કોઇ જાનહાનીના અહેવાલ નથી, એમ અમિરાતની મિડિયા ઓફિસે ગુરુવારે જણાવ્યું હતું.

બુધવારે મોડી રાતે થયેલો વિસ્ફોટ એટલો પ્રંચડ હતો કે, શહેરની ઘણી ઈમારતો ભૂકંપ આવ્યો હોય તે રીતે બારીઓ અને બારણા હલી ઉઠયા હતા અને લોકો પથારીમાંથી બેઠા થઈ ગયા હતા. બંદરથી 25 કિલોમીટર દુર સુધીના વિસ્તારમાં ઘરોમાં આંચકા અને ધ્રુજારી અનુભવાઈ હતી.

દુબઈના આ બંદર પર અમેરિકન યુધ્ધ જહાજોની પણ અવરજવર રહેતી હોય છે. દુબઈ સરકારના અધિકારીઓએ કહ્યું હતું કે, નાના કદના માલવાહક જહાજમાં આ વિસ્ફોટ થયો હતો. જેમાં 130 કન્ટેનર મુકવાની ક્ષમતા છે. ધડાકો થયા બાદ દુબઈના રહેવાસીઓએ પોતાની ઈમારતોની અગાસીઓ પરથી આ ઘટના વિડિયો કેમેરામાં રેકોર્ડ કરી હતી અને સોશિયલ મીડિયા પર તેના વિડિયો પણ શેર કર્યા હતા.

કન્ટેનરમાં જ્વલનશીલ પદાર્થના કારણે આગ લાગ લાગી હોવાની શક્યતા છે. બીજા જહાજોને કેટલું નુકસાન થયું છે તે હજી બહાર આવ્યુ નથી પણ વિસ્ફોટના સ્થળે બળી ગયેલા કન્ટેનરો અને કાટમાળ પડેલો છે. જેબેલ અલી બંદર દુનિયાનુ મહત્વનુ બંદર મનાય છે.