વેસ્ટ લંડનના હેનવેલમાં આવેલી પ્રોપર્ટીના ગેરકાયદેસર રૂપાંતરણ અને પ્લાનિંગ ભંગ અંગેના છ વર્ષના કાનૂની કેસ પછી મિલકતના માલિકો જગદીશભાઈ પટેલ, મીનાક્ષીબેન પટેલ અને તેમના બાળકો અલ્પેશ અને પારુલ પટેલ સામે અમલીકરણ કાર્યવાહી પૂર્ણ કરી આઇલવર્થ ક્રાઉન કોર્ટે નફો જપ્ત કરવા, દંડ, વિક્ટીમ સરચાર્જ અને કાર્યવાહીનો ખર્ચ £930,000થી વધુ રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે.
પરિવારને ઓગસ્ટ 2019માં આપવામાં આવેલી પ્લાનિંગ એન્ફોર્સમેન્ટ નોટિસમાં અનધિકૃત ફ્લેટ અને ગેરકાયદેસર રીતે રૂપાંતરિત કરેલ આઉટબિલ્ડિંગને દૂર કરવા કહેવાયું હતું. નકારવામાં આવેલી અપીલો અને વારંવાર ચેતવણીઓ છતાં ઇલિંગ કાઉન્સિલે શોધી કાઢ્યું હતું કે મિલકત નોન કમ્લાયન્ટ રહી છે અને તેમાં ભાડૂઆતો પાસે પાંચ બ્લોકનો કબ્જો છે.
માતા-પિતા પર દંડ અને ખર્ચ સાથે £900,217.11નો જપ્તીનો આદેશ લાદવામાં આવ્યો હતો, જ્યારે ભાઈ-બહેનોને ઓછો દંડ ફટકારવામાં આવ્યો હતો.














