એરલાઇન ઇઝિજેટે યુકે સરકાર દ્વારા વધુ ક્વોરેન્ટાઇન પગલાની જાહેરાત કરાયા બાદ પોતાના ફ્લાઇટ્સ ઓપરેશનમાં કાપ મૂક્યો છે અને યુકેના ક્વોરેન્ટાઇન નિયમોની આકરી ટીકા કરી છે. એરલાઇને જણાવ્યું હતું કે ગ્રાહકોનો આત્મવિશ્વાસ ઘટ્યો હતો અને મુસાફરીની માંગ ઓછી થઈ છે.

ઇઝિજેટના ચીફ એક્ઝિક્યુટિવ, જોહન લંગ્રેને કહ્યું હતું કે ” અમારા ગ્રાહકો અને અમે અણધારી મુસાફરી અને સંસર્ગનિષેધ પ્રતિબંધોના કારણે હતાશ છે.” ઇઝિજેટે વધુ સારી અપેક્ષિત માંગ પછી એક દિવસમાં તેની ફ્લાઇટનું શિડ્યુલ 1,000 ફ્લાઇટનું કર્યું હતું.