Chicago Police officers investigate the scene of a shooting in Chicago, Illinois, on July 21, 2020. - A shootout outside a funeral left 14 people wounded July 21 in Chicago, as President Donald Trump threatens to send federal agents to a handful of US cities led by Democratic mayors. (Photo by KAMIL KRZACZYNSKI / AFP) (Photo by KAMIL KRZACZYNSKI/AFP via Getty Images)

અમેરિકાના શિકાગોમાં મંગળવારે થયેલા ગોળીબારમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. શિકાગો પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. ફાયરિંગ W. 79th St.ના 1000 બ્લોક પર થયું છે. આ હુમલામાં ઓછામાં ઓછા 16 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના એહવાલ પ્રાપ્ત થયા છે.

શિકાગો ફાયર ડિપાર્ટમેન્ટે ત્યાંથી 11 લોકોને હોસ્પિટલમાં પહોંચાડ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, અન્ય કેટલાક લોકો પોતાની જાતે જ હોસ્પિટલ પહોંચી ગયા છે. ઘાયલોમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે.

સ્થાનિક રહેવાસી અર્નિટા ગર્ડરે જણાવ્યું કે, અમે જોયું કે દરેક જગ્યા પર લોકોની બોડી પડી હતી. તેમના પેટ, પીઠ, પગ તમામ જગ્યા પર ગોળી મારવામાં આવી હતી. અમને એવી લાગી રહ્યું હતું આ એક યુદ્ધ છે. પોલીસ આ મામલે એક શખ્સની અટકાયત કરી છે.