(ANI Photo)

અનિલ અંબાણી ગ્રુપ કંપનીઓ અને યસ બેંક સામે રૂ.3,000 કરોડના કથિત બેંક લોન ફ્રોડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગુરુવારે એક સાથે દરોડા પાડ્યા હતા. મની લોન્ડરિંગ નિવારણ ધારા (PMLA) હેઠળ મુંબઈ અને દિલ્હીમાં ૫૦ કંપનીઓના ૩૫થી વધુ પરિસરમાં સર્ચ કાર્યવાહી ચાલુ કરાઈ હતી. આ ઉપરાંત લગભગ ૨૫ વ્યક્તિઓની તપાસ કરાઈ હતી.

EDના સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ 2017થી 2019 દરમિયાન યસ બેંકમાંથી લગભગ 3,000 કરોડ રૂપિયાની ગેરકાયદેસર લોન ડાયવર્ઝનના આરોપોની તપાસ કરી રહ્યા છે. EDને જાણવા મળ્યું છે કે લોન મંજૂર થાય તે પહેલાં, યસ બેંકના પ્રમોટરોને તેમની સહયોગી કંપનીઓમાં પૈસા મળ્યા હતા. એજન્સી “લાંચ” અને લોનના આ જોડાણની તપાસ કરી રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ફેડરલ એજન્સી રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ કંપનીઓને યસ બેંક લોન મંજૂરીઓમાં નિયમ ઉલ્લંઘનના આરોપોની તપાસ કરી રહી છે, જેમ કે બેક-ડેટેડ ક્રેડિટ એપ્રુવલ મેમોરેન્ડમ (CAM), બેંક ક્રેડિટ નીતિના ઉલ્લંઘનમાં કોઈપણ યોગ્ય મુલ્યાંકન/ક્રેડિટ વિશ્લેષણ વિના પ્રસ્તાવિત રોકાણો.

તેમણે જણાવ્યું હતું કે મની લોન્ડરિંગ કેસ ઓછામાં ઓછી બે સીબીઆઈ એફઆઈઆર અને નેશનલ હાઉસિંગ બેંક, સેબી, નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (એનએફઆરએ) અને બેંક ઓફ બરોડા દ્વારા શેર કરાયેલા અહેવાલોમાંથી ઉદ્ભવ્યો છે.

LEAVE A REPLY