Juodkrante, Lithuania - 18 August, 2017: Close up picture of UNESCO world heritage sign or logo carved on stone

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર (UN)ની શૈક્ષણિક, વિજ્ઞાનિક અને સાંસ્કૃતિક એજન્સી UNESCOમાંથી નીકળી જવાનો મંગળવારે નિર્ણય કર્યો હતો. આ એજન્સીને ટ્રમ્પે ટ્રમ્પે “વોક” અને “વિભાજનકારી” ગણાવી હતી. ટ્રમ્પે પ્રથમ ટર્મમાં પણ આ એજન્સીમાંથી અમેરિકાની એક્ઝિટનો નિર્ણય કર્યો હતો. જોકે બાઇડન સરકારે તેને ઉલટાવી દીધી હતો.

આ એજન્સી ઈઝરાયેલ વિરોધી વક્તવ્યોને પ્રમોટ કરી રહી છે અને તેની સાથે સંકળાયેલા રહેવાથી દેશહિત જોખમાઈ શકે છે, તેવા આક્ષેપ સાથે ટ્રમ્પ તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો હતો. UNESCOની કામગીરીને જોતાં તેનો એજન્ડા સામાજિક ભાગલા અને ધાર્મિક કટ્ટરતાને વેગ આપવાનો જણાઈ રહ્યો હોવાનો આક્ષેપ પણ અમેરિકાએ કર્યો છે.

યુએસ સ્ટેટ ડીપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે જણાવ્યું હતું કે, પેલેસ્ટાઈનને સભ્ય દેશ તરીકે સમાવવાનો નિર્ણય UNESCO દ્વારા લેવાયો છે, જેનો અમલ ડિસેમ્બર 2026થી થવાનો છે. સભ્ય રાષ્ટ્ર તરીકે પેલેસ્ટાઈનનો સમાવેશ અમેરિકાને કોઇપણ ભોગે મંજૂર નથી. આ ઉપરાંત ઈઝરાયેલ પ્રત્યે નફરતનો માહોલ ઊભા કરતા તત્વોને UNESCOમાં મોકળું મેદાન મળ્યું છે. UNESCOના ડાયરેક્ટર જનરલ ઓડ્રે એઝૌલે અમેરિકાના આ નિર્ણયને અત્યંત કમનસીબ ગણાવ્યો હતો.

ઈઝરાયેલ પ્રત્યે UNESCOમાં પૂર્વગ્રહ પ્રવર્તી રહ્યો હોવાના દાવાને પાયાવિહોણા ગણાવી ઓડ્રેએ દલીલ કરી હતી કે, વંશવાદી પરિબળો સામેની લડતને મજબૂત બનાવવા હિટલર દ્વારા યહૂદીઓના સામૂહિક સંહારના પાઠ ભણાવાય છે. સાત વર્ષ અગાઉ અમેરિકાએ પણ અમેરિકાએ આ જ કારણો દર્શાવી UNESCOનું સભ્યપદ છોડ્યુ હતું. સાત વર્ષ પહેલાની સરખામણીએ હાલ સ્થિતિ ઘણી બદલાયેલી છે. રાજકીય તણાવ ખૂબ વધ્યો છે અને બહુદેશીય, બહુજાતિય પાસાને ધ્યાનમાં રાખીને કામગીરી કરતું આ અનોખું સંગઠન છે.

UNESCOનું વડું મથક પેરિસ ખાતે આવેલું છે. અગાઉ વર્ષ 1984માં તત્કાલીન યુએસ પ્રમુખ રોનાલ્ડ રીગને આ સંસ્થાનું સભ્યપદ તરછોડ્યું હતું. રીગને UNESCOને અત્યંત અવ્યવસ્થિત અને ભ્રષ્ટાચારી ગણાવી છેડો ફાડ્યો હતો. 2003માં તત્કાલીન પ્રમુખ ડ્યોર્જ બુશના કાર્યકાળ દરમિયાન અમેરિકા ફરી સભ્ય બન્યું હતું. વર્ષ 2011માં UNESCOના સભ્ય તરીકે પેલેસ્ટાઈનનો સમાવેશ થયો હતો, જેના પગલે વર્ષ 2017માં ઈઝરાયેલ અને અમેરિકાએ સભ્યપદનો ત્યાગ કર્યો હતો.

LEAVE A REPLY