એજ્યુકેશન સેક્રેટરી ગેવિન વિલિયમસન દ્વારા 16 વર્ષ પૂરા કરનાર નવયુવાનો માટે શિક્ષણ અને તાલીમમાં ક્રાંતિકારી સુધારા લાવતા અને કુશળતામાં વધારો કરતા અને વધુ લોકોને કામમાં લાવતા સીમાચિહ્નરૂપી સુધારાની જાહેરાત તા. 21 જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી. સ્કીલ્સ ફોર જોબ્સ વ્હાઇટ પેપર 16 વર્ષ પછીના શિક્ષણ, ટ્રેઇનીંગ લેન્ડસ્કેપને ફરીથી આકાર આપશે અને દેશને વધુ સારો બનાવવામાં મદદ કરશે.

આ યોજનામાં એમ્પ્લોયરો સિસ્ટમના કેન્દ્રમાં રહેશે, જેઓ સ્થાનિક કૌશલ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અનુકૂળ યોજનાઓને વિકસાવવામાં મદદ કરશે અને ઉચ્ચ ગુણવત્તાના ટેકનીકલ શિક્ષણની સહ-રચના કરશે. આ યોજના દરેકને તેઓની આવડત અને કૌશલ્ય મુજબ નોકરી મળી રહે તે જોશે જેથી અર્થતંત્રને ટેકો મળશે.

સરકારની સ્કિલ્સ ફોર જોબ્સ વ્હાઇટ પેપર વડા પ્રધાનની નવા જીવનકાળના કૌશલ્યની ખાતરી આપે છે. લાઇફટાઇમ સ્કિલ્સ ગેરેંટી, હજારો પુખ્ત વયના લોકોને જીવનમાં મોટીવયે કામ પર પાછા ફરવાની તક આપશે અને નોકરીની વધુ તકો ખોલવામાં મદદ કરશે. તા. 3 એપ્રિલ 2021થી પુખ્ત વયના લોકો એ-લેવલના સમકક્ષના એન્જિનિયરિંગ, હેલ્થ અને એકાઉન્ટન્સી સહિતના ક્ષેત્રોની એક લેવલની લાયકાત મફતમાં પ્રાપ્ત કરી શકાશે. દરમિયાન, સ્કિલ્સ બૂટકેમ્પ્સ દ્વારા ફક્ત 12થી 16 અઠવાડિયાના નિ:શુલ્ક, ફેલ્ક્સીબલ અભ્યાસક્રમો દ્વારા પુખ્ત વયના લોકો માટે તૈયાર કરાયા છે જે તેમનામાં જે તે ક્ષેત્રની વિશિષ્ટ કુશળતા આપશે અને સ્થાનિક એમ્પ્લોયર સાથે ઝડપી ઇન્ટર્વ્યુ ગોઠવવામાં આવશે.

આજીવન લોન ભરી શકાતી હોવાથી પુખ્ત વયના લોકો અને યુવાનો માટે વધુ સરળતાપૂર્વક અભ્યાસ કરી શકશે. જેનો ઉપયોગ તેઓ વિવિધ કોર્સના મોડ્યુલો માટે કરી શકશે. આ પગલાઓ એ ભ્રમણાને સમાપ્ત કરશે કે ડિગ્રી એ જ સફળતાનો એકમાત્ર માર્ગ છે અને સારી નોકરી માટે જરૂરી છે

ચેમ્બર્સ ઑફ કોમર્સ સહિતના વ્યવસાયિક જૂથો, સ્થાનિક કોલેજો સાથે મળીને આ તાલીમ આવશ્યકતાઓને પહોંચી વળવા માટે અનુકૂળ કૌશલ્ય યોજનાઓ વિકસાવવા માટે £65 મિલિયનના સ્ટ્રેટેજિક ડેવલપમેન્ટ ફંડની મદદથી સપોર્ટેડ, યોજનાઓને કાર્યરત કરવા અને નવા કોલેજ બિઝનેસ સેન્ટર્સ સ્થાપિત કરવા કામ કરશે.

વડા પ્રધાન બોરિસ જોન્સનને કહ્યું હતું કે “અમારી લાઇફટાઇમ સ્કિલ્સ ગેરેંટીનો અર્થ એ છે કે દરેકને તેમની કારકિર્દીની શરૂઆતથી જ જરૂરી કુશળતા મેળવવાની તક આપવામાં આવશે. આજે અમે જે સુધારણાઓની જાહેરાત કરી છે તે દેશભરમાં ઉચ્ચ ગુણવત્તાનું ટેકનીકલ શિક્ષણ પહોંચાડશે અને લોકોને વધુ સારી પગારવાળી નોકરીઓમાં ફરીથી ગોઠવવા અને સુરક્ષિત કરવામાં મદદ કરશે.’’