સુપરમાર્કેટ આસ્ડાના નવા માલિકો તેમની છાપ છોડવા બિલીયનેર ઇસા ભાઈઓ તેમના ઇજી ગ્રુપ ફોરકોર્ટ્સના સામ્રાજ્યના 300થી વધુ પેટ્રોલ સ્ટેશન્સ પર આસ્ડા કન્વીનીયન્સ સ્ટોર્સ ખોલવાની યોજના બનાવી રહ્યા છે.

મોહસીન અને ઝુબેર ઇસા 400 યુકે ફોરકોર્ટ્સ પર પાંચ “અસ્ડા ઓન ધ મૂવ” સ્ટોર્સ શરૂ કરવાની યોજના સાથે આગળ વધી રહ્યા છે. તે પછી તેઓ આગામી કેટલાક વર્ષોમાં લગભગ 300 પેટ્રોલ સ્ટેશનો પર નવા સ્ટોર્સ ખોલવાનું આયોજન ધરાવે છે. તેમણે ગયા વર્ષે આસ્ડાને પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ ટીડીઆર કેપિટલ સાથે સહયોગ કરી £6.8 બિલિયનનો સોદો કરી હસ્તગત કરી હતી. કન્વીનીયન્સ સ્ટોર ચેઇન ખોલવામાં નિષ્ફળ રહ્યા પછી, આસ્ડા અને મોરિસન્સ ટેકઓવર સોદાના કેન્દ્રમાં છે.

મોરિસન્સના બોર્ડે આ મહિને ક્લેટોન, ડબિલિયર અને રાઇસ (CD&R) તરફથી તેના શેરધારકોને £7 બિલિયનની ઓફરની ભલામણ કરી હતી. યુએસ પ્રાઇવેટ ઇક્વિટી જાયન્ટ એપોલો પણ સેઇન્સબરી સાથે કામ કરવા વાત ચલાવી રહી છે.

ફૂડ રિટેલ અને પેટ્રોલનો સાથે વેપાર કરીને ઇસા ભાઇઓ અને સીડી એન્ડ આર એકંદરે ગ્રોસરીના વેચાણને વેગ આપશે અને ફ્યુઅલની ખરીદી અને ખર્ચમાં બચત કરવા માંગે છે. ઇસા ભાઇઓએ ફાસ્ટ-ફૂડ ચેઇન લિયોનને હસ્તગત કરી છે અને કોફી બ્રાન્ડ કેફે નેરો પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. EG ગ્રુપ પહેલેથી જ યુકેમાં KFC અને સ્ટારબક્સ ફ્રેન્ચાઇઝી ચલાવે છે. તેઓ હાઇ સ્ટ્રીટ અને શહેરની બહારના રિટેલ પાર્ક સહિતના સ્થળોએ 30,000થી 40,000 ચોરસ ફૂટના સુપરમાર્કેટ ખોલવાની યોજના ધરાવે છે.