FILE PHOTO (ANI Photo/Shrikant Singh)

ગુજરાતની 3,894થી વધુ ગ્રામ પંચાયતોની રવિવારે, 22 જૂને ચૂંટણી  યોજાશે. આ ચૂંટણીનું રિઝલ્ટ 25 જૂને જાહેર થશે. રાજ્ય સરકારે 2023માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં 27 ટકા OBC અનામતની જાહેરાત કર્યા પછી આવી પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે.

રાજ્ય ચૂંટણી પંચ (SEC)એ જણાવ્યું હતું કે 81 લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાયક છે.

૩,૬૫૬ સરપંચો અને ૧૬,૨૨૪ પંચાયત સભ્યોને ચૂંટી કાઢવા માટે ૧૦,૪૭૯ મતદાન મથકો પર સવારે ૭થી મતદાનનો પ્રારંભ થયો હતો. ચૂંટણીપંચે 3,939 મતદાન મથકોને સંવેદનશીલ અને 336ને અતિ સંવેદનશીલ જાહેર કર્યા હતાં.

ચૂંટણીપંચે 25મેએ 8,327 ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી હતી. આમાંથી 3,541 ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી યોજાશે. 1,023 ગ્રામ પંચાયત સભ્યોને બિનહરીફ જાહેર કરાયા હતા.

ગ્રામ પંચાયતોની ચૂંટણી સામાન્ય રીતે રાજકીય પક્ષો પોતાના પ્રતિક પર લડતા હોતા નથી.  ઉમેદવારો કોઇ પક્ષની ટિકિટ પર લડતા હોતા નથી, પરંતુ ઉમેદવારો કોઇ પક્ષ સાથે જોડાયેલા હોઇ શકે છે.

ઝવેરી કમિશનના અહેવાલની ભલામણો પર ઓગસ્ટ 2023માં રાજ્ય સરકારે પંચાયતો, નગરપાલિકાઓ અને નાગરિક નિગમોમાં OBCને 27 ટકા અનામતની જાહેરાત કર્યા પછી, ગુજરાતમાં પ્રથમ વખત આ ચૂંટણી યોજાઈ રહી છે. અગાઉ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ઓબીસી માટે 10 ટકા અનામત હતી.

LEAVE A REPLY