સદી પૂર્ણ કર્યા પછી ઉજવણી કરતો ઇંગ્લેન્ડનો ઓલી પોપ. Action Images via Reuters/Craig Brough

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે શનિવારે ઓલી પોપની સદીની મદદ ઇંગ્લેન્ડને ત્રણ વિકેટ ગુમાવીને 209 કર્યા હતા. બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે પોપ 100 રન અને હેરી બ્રુક ઝીરો રન સાથે ક્રિઝ પર હતાં. અગાઉ ભારતે તેની પ્રથમ ઇંનિંગમાં 471 રન બનાવ્યા હતાં.

કેપ્ટન શુભમન ગિલ, ઉપ-કપ્તાન ઋષભ પંત અને ઓપનર યશસ્વી જયસ્વાલની સદીઓની મદદથી ભારત પ્રથમ ઇનિંગમાં 471 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ગિલ ૧૪૭ અને પંતે ૧૩૪ રન બનાવ્યા હતાં. બંને વચ્ચે ચોથી વિકેટ માટે ૨૦૯ રનની ભાગીદારી થઈ હતી. ઓપનર જયસ્વાલે ૧૦૧ અને કેએલ રાહુલ ૪૨ રન બનાવ્યા હતાં અને પ્રથમ વિકેટ માટે ૯૧ રનની મજબૂત ભાગીદારી કરી હતી.

જયસ્વાલે ૧૫૯ બોલમાં ૧૬ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૦૧ રન બનાવ્યાં હતાં, જ્યારે ગિલે ૧૯ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૨૨૭ બોલમાં ૧૪૭ રન બનાવ્યા હતાં. પંત સૌથી વધુ આક્રમક બેટિંગ કરી હતી. તેને 12 ચોગ્ગા અને છ છગ્ગા ફટકારીને 178 બોલમાં 134 રન ફટકાર્યા હતાં. આ તેની સાતમી ટેસ્ટ સદી હતી.

ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે 66 રન આપીને ચાર અને જોશ ટંગે 86 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.
શુક્રવારે લીડ્સમાં એન્ડરસન-તેંડુલકર ટ્રોફી માટે પાંચ મેચની શ્રેણીની શરૂઆતની ટેસ્ટમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ભારત સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે ડાબા હાથના બેટ્સમેન બી સાઈ સુધરસનને ટેસ્ટ ડેબ્યૂ કરાવ્યું હતું, જ્યારે અનુભવી મિડલ ઓર્ડર બેટ્સમેન કરુણ નાયર અને ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું હતું.

ભારત:

યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, બી સાઈ સુધરસન, શુભમન ગિલ (સી), ઋષભ પંત (વિકેટમેન), કરુણ નાયર, શાર્દુલ ઠાકુર, રવીન્દ્ર જાડેજા, પ્રસિદ્ધ કૃષ્ણ, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ.

ઈંગ્લેન્ડ:

ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ, શોએબ બશીર.

LEAVE A REPLY