REUTERS/Akhtar Soomro/File Photo

પાકિસ્તાનના ચૂંટણી પંચ (ઈસીપી)એ દેશમાં  જાન્યુઆરી2024ના અંતિમ સપ્તાહમાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. પ્રેસિડન્ટ અલ્વીએ મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) સિકંદર સુલતાન રાજાને જનરલ ઈલેક્શન માટે યોગ્ય તારીખ નક્કી કરવા માટે ગયા મહિને બેઠક માટે આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનમાં કાયદા મુજબ નેશનલ એસેમ્બલી ભંગ કર્યાના 90 દિવસમાં ચૂંટણી યોજવાની રહે છે. અગાઉ ઓગસ્ટ મહિના દરમિયાન એસેમ્બલીને ભંગ કરવામાં આવી હતી. 

પાકિસ્તાનના ચૂંટણી પંચે કહ્યું કે 54 દિવસના ચૂંટણી પ્રચાર કાર્યક્રમ પૂરા થયા બાદ જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં ચૂંટણી યોજાશે. આના એક દિવસ પહેલા ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે તેણે સામાન્ય ચૂંટણી માટે આચારસંહિતા પર ચર્ચા કરવા માટે આવતા મહિને રાજકીય પક્ષો સાથે બેઠકનું આયોજન કર્યું છે. 

ચૂંટણી પંચના અહેવાલ અનુસાર નિયમોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા આચારસંહિતાના ડ્રાફ્ટને રાજકીય પક્ષો સાથે તેમના પ્રતિસાદ માટે શેર કરવામાં આવ્યો હતો. ડ્રાફ્ટ કોડ અનુસાર રાજકીય પક્ષોચૂંટણી લડતા ઉમેદવારો અને ચૂંટણી એજન્ટ પાકિસ્તાનના કોઈપણ અભિપ્રાયઅથવા વિચારધારાનો પ્રચાર કરશે નહીં અથવા કોઈપણ રીતે પાકિસ્તાનની સાર્વભૌમત્વઅખંડિતતા અથવા સુરક્ષાનૈતિકતા અથવા જાહેર વ્યવસ્થા માટે પ્રતિકૂળ અસર કરશેઅથવા પૂર્વગ્રહયુક્ત કાર્ય કરશે નહીં. 

ચૂંટણી પંચે 2023ની ડિજિટલ વસ્તી ગણતરીની સૂચના પછી મતવિસ્તારના નવા સીમાંકનની જરૂરિયાતને ટાંકીને આ વર્ષે ચૂંટણીને નકારી કાઢી હતી.  

LEAVE A REPLY

15 − 2 =