Derby girl's search for real father
પ્રતિક તસવીર (Photo by Mark Makela/Getty Images)

યુકેના યુકેના ઇલેક્ટ્રોલ રજીસ્ટર પર જટિલ સાયબર-અટેક થયો હોવાનો ઇલેક્શન વોચડોગે ખુલાસો કર્યો છે અને ગુનેગારો ઓગસ્ટ 2021થી ઇલેક્ટ્રોલ રજીસ્ટરની નકલો મેળવવામાં સફળ થયા હતા. હેકર્સે તેના ઈમેઈલ અને “કંટ્રોલ સિસ્ટમ”માં પણ ઘૂસણખોરી કરી હતી.

વોચડોગે લોકોને ચેતવણી આપી છે કે “તેમના અંગત ડેટાના અનધિકૃત ઉપયોગ અથવા પ્રકાશન માટે જાગ્રત રહો. ચોરાયેલા ડેટામાં 2014 અને 2022 વચ્ચે યુકેમાં મત આપવા માટે નોંધાયેલા લોકોના નામ અને સરનામાનો સમાવેશ થાય છે. આ ડેટામાં પોતાના નામ ખુલ્લા રજિસ્ટરમાં નહિં રાખવાનું પસંદ કરનાર લોકોની માહિતીનો પણ સમાવેશ થાય છે.

ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શોન મેકનાલીએ કહ્યું હતું કે તેઓ જાહેર ચિંતાને સમજે છે અને ભોગ બનેલા લોકોની માફી માંગે છે. જો કે કમિશને ઉમેર્યું હતું કે તેમણે લોગિન આવશ્યકતાઓ, વોર્નીંગ સિસ્ટમ અને ફાયરવોલ પોલીસીને અપડેટ કરીને ભવિષ્યના હુમલાઓ સામે તેની સિસ્ટમ્સને સુરક્ષિત કરવા પગલાં લીધાં છે.

LEAVE A REPLY

12 + 18 =