. (PTI Photo)

ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે બુધવાર, 10 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટનો પ્રારંભ થયો હતો. આ વખતે ગેટ વે ટુ ફ્યુચર થિમ પર વાઈબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે.
આ સમીટમાં યુએઈના પ્રમુખ સહિત ટોચના વૈશ્વિક નેતાઓ અને ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓ ભાગ લઇ રહ્યાં છે.

આ પ્રસંગે મોઝામ્બિકના પ્રેસિડન્ટ ફિલિપ ન્યુસી, ચેક રિપબ્લિકના વડાપ્રધાન, રિલાયન્સ જૂથના ચેરમેન મુકેશ અંબાણી, અદાણી જૂથના વડા ગૌતમ અદાણી, આર્સેલર જૂથના ચેરમેન લક્ષ્મી મિત્તલ, ટાટા જૂથના એન ચંદ્રશેખરન, કોટક જૂથના ઉદય કોટક, આદિત્ય બિરલા જૂથના કુમાર મંગલમ બિરલા, માઈક્રોનના વડા સંજીવ મેહરોત્રા, ડીપી વર્લ્ડ યુએઈના સુલતાન અહમદ બિન સુલેમાન, સુઝુકી મોટર્સના પ્રેસિડન્ટ તોશી હિરો સુઝુકી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં મહત્ત્વના અતિથિ તરીકે યુએઈના પ્રેસિડન્ટ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન પણ ગુજરાત આવ્યા છે અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મંગળવારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનો પ્રારંભ થયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતકાળની પ્રથમ અને ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શાનદાર પ્રારંભ જણાવ્યું હતું કે અમૃતકાળની પ્રથમ વાઇબ્રન્ટ સમિટ નવા સપના – સંકલ્પ અને સિદ્ધિઓને સાકાર કરવાનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહેશે. વાઇબ્રન્ટ સમિટ માત્ર રોકાણકારો નહીં પરંતુ યંગ ક્રિએટર્સ અને યંગ કન્ઝ્યુમર્સનાં સપનાંને સાકાર કરવાનું માધ્યમ છે. ભારત આજે વિશ્વની પાંચમી મોટી ઇકોનોમી છે! આગામી વર્ષોમાં ટોપ-થ્રીમાં લઈ જવાનો સંકલ્પ છે. ભારતનો વન વર્લ્ડ, વન ફેમિલી, વન ફ્યુચરનો સિદ્ધાંત વિશ્વ કલ્યાણ માટે અનિવાર્ય છે અને ભારત દેશ “વિશ્વ મિત્ર” બની આગળ વધી રહ્યો છે

આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભારતના અમૃતકાળની પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આપણા અમૃત ભવિષ્યનો રોડમેપ તૈયાર કરશે. ગુજરાતે વિશ્વ વ્યાપાર, વાણિજ્ય અને ઔદ્યોગિક ક્ષેત્રમાં પ્રમુખ સ્થાન હાંસલ કર્યું છે

મોઝામ્બિકના પ્રેસિડન્ટ ફિલિપે ન્યુસીને સમિટમાં આવકારતા તેમણે જણાવ્યું હતું કે તેઓ આઇઆઇએમ અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ભારતની અધ્યક્ષતા હેઠળ g20માં કાયમી સભ્યપદ મળવા અંગે તેમણે ગર્વ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે મોઝામ્બિકના પ્રેસિડન્ટ ઉપસ્થિતિ દેશો વચ્ચેના સંબંધો ઉપરાંત ભારત અને આફ્રિકા વચ્ચેના સંબંધોની પણ ઘનિષ્ઠ બનાવશે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે ૨૦ વર્ષોમાં વાઇબ્રન્ટ સમિટે વૈશ્વિક સ્તરે નવા વિચારોને પ્લેટફોર્મ આપ્યું છે તેમજ નવા રોકાણો અને વળતર માટે નવો માર્ગ કંડાર્યો છે. ૨૦મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની થીમ ‘ગેટ વે ટુ ધી ફ્યુચર’નો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું કે ૨૧મી સદીના વિશ્વનું ઉજ્જવળ ભવિષ્ય સંયુક્ત પ્રયાસોથી જ શક્ય બનશે. ભારતની જી-૨૦ અધ્યક્ષતા દરમિયાન વિશ્વના ભવિષ્ય માટેનો એક રોડ મેપ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના વિઝનના માધ્યમથી તેને આગળ ધપાવવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

7 − six =