યુકેમાં ગયા મહિને વીજળીના રેકોર્ડ હોલસેલ ભાવોમાં વધારાના કારણે ઉર્જાના બિલમાં વધારો થશે એવી શક્યતાઓ છે. ઇમ્પિરિયલ કોલેજ લંડન દ્વારા કરાયેલા વિશ્લેષણ મુજબ ભાવવધારાના કારણે યુકેમાં વધુ પરિવારો ફ્યુઅલ પોવર્ટીમાં ધકેલાઇ જશે એવી ચિંતાઓ છે.

ઇમ્પિરિયલ કોલેજ લંડનના વિશ્લેષણ અનુસાર, 1990માં બજારની રચના થયા બાદ પ્રથમ વખત વીજળીની બજાર કિંમત ગયા મહિને £100 મેગાવોટ-અવરના આંકને પાર કરી ગઈ હતી. જુલાઈમાં સરેરાશ બજાર ભાવ £107.50/MWh પર પહોંચ્યો હતો. જે જુલાઇમાં 14 ટકા ઉપર હતો, અને 2008ના વૈશ્વિક નાણાકીય સંકટને પગલે £96/MWh ના અગાઉના રેકોર્ડ કરતા પણ વધારે હતો.

ઇમ્પીરીયલના વરિષ્ઠ વ્યાખ્યાતા અને રિપોર્ટના લેખક ડો. આયન સ્ટાફેલે જણાવ્યું હતું કે, જો આ ભાવો ટકશે તો વીજળી બજારમાં થયેલા વધારાના કારણે ઉર્જાના બીલમાં વધારો થશે. ગયા મહિને ઇન્ડસ્ટ્રી રેગ્યુલેટર ઓફગેમે જાહેરાત કરી હતી કે તે ગેસ અને વીજળીના બજાર ભાવમાં તીવ્ર વધારો થયા બાદ આગામી શિયાળા માટેના ડિફોલ્ટ એનર્જી ડીલ પરની મહત્તમ મર્યાદા 12થી વધુ ઉઠાવી લેશે.

પરિણામે, ડાયરેક્ટ ડેબિટ બિલ ધરાવતા 11 મિલિયન ઘરોને ડ્યુઅલ-ફ્યુઅલ એનર્જી બિલ માટે સરેરાશ £139 લેખે કુલ સરેરાશ £1,138 ચૂકવવાના રહેશે. પ્રિપેયમેન્ટ મીટરનો ઉપયોગ કરતા અન્ય 4 મીલીયન પરિવારોના સરેરાશ બિલ £1,156થી વધીને £1,309 થશે. કેમ્પેઇનર્સના જણાવ્યા અનુસાર, આ શિયાળામાં આશરે 500,000 પરિવારો ફ્યુઅલ પોવર્ટીમાં ધકેલાઇ જશે તેવી ધારણા છે.

ઑફગેમ આગામી એપ્રિલથી પ્રાઇસ કેપ ક્યાં નક્કી કરવી તે માટે ઓગસ્ટથી જાન્યુઆરી દરમિયાન એનર્જી માર્કેટની સમીક્ષા કરશે જેથી વિજળી અને ગેસ બજારના રેકોર્ડરૂપ ભાવ વધવાનું ચાલુ રહેશે. યુકેના જથ્થાબંધ વીજળીના ભાવને રેકોર્ડ સ્તરે લઈ જવા માટે વૈશ્વિક ગેસના ભાવમાં તેજી જવાબદાર છે.