એનફિલ્ડના ઘરમાંથી ચોરાયેલા 60,000 પાઉન્ડના દાગીના માટે અપીલ

0
519

નોર્થ લંડનના એનફિલ્ડના ભારતીય પરિવારની માલીકીના મનાતા ઘરમાંથી ચોરાયેલા 60,000 પાઉન્ડના દાગીનાને પાછા મેળવવા મેટ પોલીસની નોર્થ એરિયા કમાન્ડ યુનિટના ડિટેક્ટિવ્સે અપીલ કરી ચારાયેલા સોનાના દાગીનાના ફોટો શેર કરી વેચવાનો પ્રયાસ કરનાર વ્યક્તિ અંગે માહિતી આપવા લોકોને અથવા દુકાનદારોને વિનંતી કરી છે.

એન્ફિલ્ડના પોંડર્સ એન્ડ વિસ્તારમાં રહેતી 42 વર્ષની મહિલા ગુરૂવાર તા. 19 માર્ચે સવારે 10 વાગ્યે ઘરેથી બહાર નીકળી હતી અને શનિવારે સાંજે લગભગ 22:37 વાગ્યે પરત ફરી હતી. તેણે જોયું હતુ કે ઘરની પાછળની બારી અધખુલ્લી હતી જે જોતા તેને કંઈક ખોટું થયાનુ જણાયુ હતું.

તપાસ કરતાં ડિટેક્ટીવ કોન્સ્ટેબલ જાર્રાહ હાર્બર્ને જણાવ્યું હતું કે ‘’ચોરી કરાયેલી ઘણી વસ્તુઓ પીડિત મહિલા માટે નોંધપાત્ર ભાવનાત્મક મૂલ્ય ધરાવતી હતી. કોઈપણ માહિતી હોય તો 101 નંબર અથવા ક્રાઈમસ્ટોપર્સને 0800 555 111 ઉપર ફોન કરવા અથવા ટ્વિટર @METCC ઉપર રેફરન્સ નંબર CAD 6867/21MAR20 લખી માહિતી આપવા અપીલ કરી હતી.