ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી લીડ્ઝ ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસની રમતને અંતે ભારત પ્રથમ ઇનિંગમાં છ રનની લીડ મેળવી હતી. ભારતના પ્રથમ ઇનિંગના 471 રનના સ્કોર સામે ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં 465માં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઇનિંગમાં ભારતે 2 વિકેટે 90 રન બનાવ્યા હતાં. કે એલ રાહુલે 75 બોલમાં 47 રન બનાવ્યા હતાં. શુભમન ગિલ ૧૦ બોલમાં ૬ સાથે ક્રિઝ પર હતો. આમ ભારતની લીડ 96 રનની થઈ હતી. કેએલ રાહુલ (47) અને શુભમન ગિલ (6) અણનમ છે. જ્યારે યશસ્વી જયસ્વાલ 4 રન અને સાઇ સુદર્શન 30 રન બનાવીને આઉટ થયા હતાં.
ભારતીય ટીમે શુભમન ગિલ, ઋષભ પંત અને યશસ્વી જયસ્વાલની સદીની મદદથી પોતાની પહેલી ઇનિંગમાં 471 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડનો પહેલો દાવ 465 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતે પાંચ કેચ છોડ્યા હતાં અને જસપ્રીત બુમરાહ સિવાય, ઝડપી બોલરોના વધુ ઘાતક પુરવાર થયા ન હતા.
પહેલી ઇનિંગમાં 6 રનની લીડ બાદ કેએલ રાહુલ અને યશસ્વીની જોડી મેદાન પર આવી હતી. પરંતુ ટીમ ઇન્ડિયાની બીજી ઇનિંગની શરૂઆત ખરાબ રહી હતી. ભારતને પહેલો ઝટકો 16 રનના સ્કોર પર મળ્યો જ્યારે યશસ્વી 4 રન બનાવીને આઉટ થયો હતો આ પછી સાઈ સુદર્શન અને કેએલ રાહુલ વચ્ચે સારી પાર્ટનરશિપ થઈ હતી, પરંતુ સાઈ સુદર્શન 30 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા પહેલી ઇનિંગમાં 471 રન બનાવ્યા હતા.
કેપ્ટન શુભમન ગિલે 227 બોલમાં 19 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 147 રન બનાવ્યા હતા. જ્યારે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે 178 બોલમાં 134 રનની ઇનિંગ રમી હતી. પંતે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. ઓપનર યશસ્વી જયસ્વાલે પણ 159 બોલમાં 16 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 101 રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન બેન સ્ટોક્સ અને જોશ ટોંગે ચાર-ચાર વિકેટ લીધી હતી.
